કીર્તન મુક્તાવલી

જોને ભવ બ્રહ્માજીની ભૂલ્ય જન સહુ જાણે છે

૧-૧૦૭૧: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૪૦

જોને ભવ બ્રહ્માજીની ભૂલ્ય, જન સહુ જાણે છે;

એકલશૃંગી સૌભરીનાં શૂલ, પોથીમાં પ્રમાણે છે... ૧

નારદ પર્વતની નિદાન, કીર્તિ કથામાં કહી;

માટે સહુ રહેજ્યો સાવધાન, ખબડદાર ખરા થઈ... ૨

જેની પાસે હોય જોખમ, જાળવો તે જતન કરી;

માથે મોટા છે વેરી વિષમ, ખોટી નહિ વાત ખરી... ૩

રહેવું નહિ ગાફલ ગમાર, માલ અતોલ મળે;

કહે નિષ્કુળાનંદ વિચાર, કરવો પળે પળે... ૪

Jone Bhav Brahmājinī bhulya jan sahu jāṇe chhe

1-1071: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 40

Jone Bhav Brahmājinī bhulya, jan sahu jāṇe chhe;

 Ekalshrungī Saubharīnā shul, pothīmā pramaṇe chhe... 1

Nārad Parvatnī nidān, kīrti kathāmā kahī;

 Māṭe sahu rahejyo sāvdhān, khabaḍdār kharā thaī... 2

Jenī pāse hoy jokham, jāḷvo te jatan karī;

 Mathe moṭā chhe verī visham, khoṭi nahi vāt kharī... 3

Rahevu nahi gāfal gamār, māl atol maḷe;

 Kahe Nishkuḷānand vichār, karvo paḷe paḷe... 4

loading