કીર્તન મુક્તાવલી

જેનું કામે કાપી લીધું નાક લોભે લઈ લાજ લીધી રે

૧-૧૦૭૨: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૪૧

જેનું કામે કાપી લીધું નાક, લોભે લઈ લાજ લીધી રે;

જેની જીભે રોળી કર્યો રાંક, માને તો ફજેતી કીધી રે... ૧

એવા જનનું જાણો જરૂર, નથી મુખ જોયા જેવું રે;

દોષે ભર્યું જાણી તજો દૂર, અઘે અવરાણું એવું રે... ૨

તેને પાસે વસતાં વાસ, લાંછન તો લાગે જ લાગે રે;

તજો તેને આણી તનત્રાસ, જેથી કુબુદ્ધિ જાગે રે... ૩

એવા પાપીનું સ્પર્શતા અંગ, પુણ્ય જાય પોતાતણું રે;

કહે નિષ્કુળાનંદ એ કુસંગ, તે સંગે જ્યાન ઘણું રે... ૪

Jenu kāme kāpī līdhu nāk lobhe laī lāj līdhī re

1-1072: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 41

Jenu kāme kāpī līdhu nāk, lobhe laī lāj līdhī re;

 Jenī jībhe roḷī karyo rānk, māne to fajetī kīdhī re... 1

Evā jannu jāṇo jarūr, nathī mukh joyā jevu re;

 Doshe bharyu jāṇī tajo dūr, aghe avrāṇu evu re... 2

Tene pāse vastā vās, lānchhan to lāge ja lāge re;

 Tajo tene āṇī tantrās, jethī kubuddhi jāge re... 3

Evā pāpīnu sparshtā ang, puṇya jāy potātaṇu re;

 Kahe Nishkuḷānand e kusang, te sange jyān ghaṇu re... 4

loading