કીર્તન મુક્તાવલી
જેમ મહાજળમાં મગર સાગર સહુને રાખે રે
૧-૧૦૭૫: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ચોસઠપદી
પદ - ૪૪
જેમ મહાજળમાં મગર, સાગર સહુને રાખે રે;
નાનાં મોટાં કરી રહે ઘર, કોઈને ન કાઢી નાખે રે... ૧
પણ જિયાં લગી જીવ હોય, ત્યાં લગી તેમાં રહે રે;
વણ જીવે રહે નહિ કોય, લે’રે દૂર નાખી દહે રે... ૨
હરિજનનું જીવન છે ધર્મ, પોતે પોતાનો પાળે રે;
તજે નહિ ભજે પરબ્રહ્મ, તો રહે તેમાં સદાકાળે રે... ૩
વણ જીવે હોય નહિ વાસ, સતસંગ સિંધુમાંઈ રે;
કરવો નિષ્કુળાનંદ તપાસ, કહ્યું નથી કૂડું કાંઈ રે... ૪
Jem mahājaḷmā magar sāgar sahune rākhe re
1-1075: Sadguru Nishkulanand Swami
Category: Chosath Padi
Pad 44
Jem mahājaḷmā magar, sāgar sahune rākhe re;
Nānā moṭā karī rahe ghar, koīne na kāḍhī nākhe re... 1
Paṇ jiyā lagī jīva hoy, tyā lagī temā rahe re;
Vaṇ jīva rahe nahi koy, le’re dūr nākhī dahe re... 2
Harijannu jīvan chhe dharma, pote potāṇā pāḷe re;
Taje nahi bhaje Parabrahma, to rahe temā sadākāḷe re... 3
Vaṇ jīve hoy nahi vās, satsang sindhumāī re;
Karvo Nishkuḷānand tapās, kahyu nathī kūḍu kāī re... 4