કીર્તન મુક્તાવલી

ડોરી દેખી મ ડગાવો દલ સમજીને સંગ કરો રે

૧-૧૦૭૭: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૪૬

ડોરી દેખી મ ડગાવો દલ, સમજીને સંગ કરો રે;

સારા સંત ઓળખી અવલ, મન કર્મ વચને વરો રે... ૧

દેખી ઉપરનો આટાટોપ, મને રખે મોટા માનો રે;

એ તો ફોગટ ફૂલ્યો છે ફોપ, સમજો એ સંત શાનો રે... ૨

જેને જાણજો જગ મોટાઈ, જડાણી છે જીવ સંગે રે;

તેને મોટા માનો જગમાંઈ, ખોટા છે મોક્ષ મગે રે... ૩

જોને શુકજી ને જડભરત, કો’ કેણે મોટા જાણ્યા રે;

હતા નિષ્કુળાનંદ એ સમર્થ, પછી સહુએ પરમાણ્યા રે... ૪

માગે

Ḍorī dekhī ma ḍagāvo dal samjīne sang karo re

1-1077: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 46

Ḍorī dekhī ma ḍagāvo dal, samjīne sang karo re;

 Sārā sant oḷkhī aval, man karma vachane varo re... 1

Dekhī uparno āṭāṭop, mane rakhe moṭā māno re;

 E to fogaṭ fūlyo chhe fop, samjo e sant shāno re... 2

Jene jāṇjo jag moṭāī, jaḍāṇī chhe jīva sange re;

 Tene moṭā māno jagmāī, khoṭā chhe moksha mage re... 3

Jone Shukjīne Jaḍbharat, ko’ kene moṭā jāṇyā re;

 Hatā Nishkuḷānand e samarth, pachhī sahue parmāṇyā re... 4

loading