કીર્તન મુક્તાવલી

ખોટીલા સાંભળી આવી ખોટ દોષ જે બીજાને દેશે રે

૧-૧૦૭૯: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૪૮

ખોટીલા સાંભળી આવી ખોટ, દોષ જે બીજાને દેશે રે;

પોતે પેટે કપટ રાખી કોટ, બા’ર તો સાધુતા ગ્રે’શે રે... ૧

છળે કળે છપાડી છિદર, વાંકમાં નહિ આવે આપે રે;

એમ કરતાં જાણશે કોઈ નર, તેને ડરાવશે શાપે રે... ૨

આણી આખ્યાન તેની ઉપર, બોલવા નહિ દિયે રે;

જેને નથી મહારાજનો ડર, તે કહો કેથી બીયે રે... ૩

એવા પાપી જે પાપના પુંજ, દેખીને દૂર રહીએ રે;

કહે નિષ્કુળાનંદ તે શું જ, કહી કહી કેટલું કહીએ રે... ૪

Khoṭīlā sāmbhḷī āvī khoṭ dosh je bījāne deshe re

1-1079: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 48

Khoṭīlā sāmbhḷī āvī khoṭ, dosh je bījāne deshe re;

 Pote peṭe kapaṭ rākhī koṭ, bā’r to sādhutā gre’she re... 1

Chhaḷe kaḷe chhapāḍī chhidar, vānkmā nahi āve āpe re;

 Em kartā jāṇshe koī nar, tene ḍarāvshe shāpe re... 2

Āṇī ākhyān tenī upar, bolvā nahi diye re;

 Jene nathī Mahārājno ḍar, te kaho kethī bīye re... 3

Evā pāpī je pāpnā punj, dekhīne dūr rahīe re;

 Kahe Nishkuḷānand te shu ja, kahī kahī keṭlu kahīe re... 4

loading