કીર્તન મુક્તાવલી
શી કહું શોભા સ્વામિનારાયણની
૧-૧૦૮: સદ્ગુરુ ત્રિકમાનંદ સ્વામી
Category: પ્રભાતિયાં
શી કહું શોભા સ્વામિનારાયણની, નીરખી ઠરે છાતી... ꠶ટેક
પેખી મેં પાઘ બંકી ધારી, ઝૂકી રહી વામ ભાગ સારી;
છોગે કી છબિ સોહાતી... શી કહું꠶ ૧
કેસરકો તિલક ભાલ રાજે, કાનુમેં કુંડળ અતિ છાજે;
ભૃકુટી નીરખી શોભાતી... શી કહું꠶ ૨
ચંચળતા ચક્ષુ તણી જોઈ, બુડ્યાં જઈ મીન જળમાંઈ;
નાસિકા નીરખી મોહાતી... શી કહું꠶ ૩
અધર બિંબ રક્તસમ શોભે, દાડમકળી દંતસે મન લોભે;
વદન કી શોભા કહી ન જાતી... શી કહું꠶ ૪
સોહે કંઠે ઊતરી અપારી, દેખો હાર હૈયે હજારી;
દુપટ્ટો ઓઢ્યો દો ભાતી... શી કહું꠶ ૫
સૂંથણલી જામો જીવન પહેરી, ઊભા છે લટકાળો લહેરી;
ત્રિકમાનંદ છબિ વરણી ન જાતી... શી કહું꠶ ૬
Shī kahu shobhā Swāminārāyaṇnī
1-108: Sadguru Trikamanand Swami
Category: Prabhatiya
Shī kahu shobhā Swāminārāyaṇnī,
nīrakhī ṭhare chhātī...
Pekhi me pāgh bankī dhārī,
Jhukī rahī vām bhāg sārī;
Chhoge kī chhabi sohātī... shī kahu 1
Kesarko tilak bhāl rāje,
Kānume kunḍaḷ ati chhāje;
Bhrukuṭī nīrakhī shobhātī... shī kahu 2
Chanchaḷtā chakshu taṇī joī,
Buḍyā jaī mīn jaḷmāī;
Nāsikā nīrakhī mohātī... shī kahu 3
Adhar bimb raktsam shobhe,
Dāḍamkaḷī dantse man lobhe;
Vadan kī shobhā kahī na jātī... shī kahu 4
Sohe kanṭhe ūtarī apārī,
Dekho hār haiye hajārī;
Dupaṭṭo oḍhyo do bhātī... shī kahu 5
Sūnthaṇlī jāmo jīvan paherī,
Ūbhā chhe laṭkāḷo laherī;
Trikamānand chhabi varṇī na jātī... shī kahu 6