કીર્તન મુક્તાવલી
મન તુંને સમજાવવા સારુ કહ્યું મેં વારમવાર રે
૧-૧૦૮૧: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ચોસઠપદી
પદ - ૫૦
મન તુંને સમજાવવા સારુ, કહ્યું મેં વારમવાર રે;
તેં તો ગમતું ન તજિયું તારું, ગઈ શિખામણ ગમાર રે... ૧
જે જે વાત કરી તુજ સાથે, તે તો તેં રતિ ન રાખી રે;
ખોટ્ય આવવા ન દીધી માથે, લઈ બીજા પર નાખી રે... ૨
કહો ખોટ્ય ટળે કેમ તારી, નિજ દોષને ન દેખે રે;
એથી ભૂલ બીજી કઈ ભારી, સહુથી સરસ આપ લેખે રે... ૩
કહેનારાને કહેવા ન રહ્યું, તેં ન ધર્યું જ્યારે કાન રે;
નિષ્કુળાનંદ કહે તુંને શિયું, તારે તો બીજું છે તાન રે... ૪
Man tune samjāvvā sāru kahyu me vāramvār re
1-1081: Sadguru Nishkulanand Swami
Category: Chosath Padi
Pad 50
Man tune samjāvvā sāru, kahyu me vāramvār re;
Te to gamtu na tajīyu tārū, gaī shikhāmaṇ gamār re... 1
Je je vāt karī tuj sāthe, te to te rati na rākhī re;
Khoṭya āvvā na dīdhī māthe, laī bījā par nākhī re... 2
Kaho khoṭy ṭaḷe kem tārī, nij doshne na dekhe re;
Ethī bhul bījī kaī bhārī, sahuthī saras āp lekhe re... 3
Kahenārāne kahevā na rahyu, te na dharyu jyāre kān re;
Nishkuḷānand kahe tune shīyu, tāre to bīju chhe tān re... 4