કીર્તન મુક્તાવલી

સમું સમજે શોધતાં એવા જોતાં ઝાઝા નવ જડે રે

૧-૧૦૮૨: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૫૧

સમું સમજે શોધતાં એવા, જોતાં ઝાઝા નવ જડે રે;

જેને ન આવડે અવળું લેવા, વણતોળી વિપત્ય જો પડે રે... ૧

માન મોટપ ને મમતા મૂકે, ગમતું ગોવિંદનું જાણી રે;

ચોટ નિશાન ઉપરથી ન ચૂકે, પરલોકે પ્રતીતિ આણી રે... ૨

કોઈ કાળે જો કામ પોતાનું, વણસાડે નહિ વળી રે;

કપટ કેદીયે ન રાખે છાનું, મોટા સંતને મળી રે... ૩

એવા જન જગતમાં જાણો, ઘર ઘર ઘણા ન હોય રે;

નિષ્કુળાનંદ કહે પરમાણો, સાચા સંત કા’વે સોય રે... ૪

Samu samje shoḍhtā evā jotā jhājhā nav jaḍe re

1-1082: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 51

Samu samje shoḍhtā evā, jotā jhājhā nav jaḍe re;

 Jene na āvḍe avḷu levā, vaṇtoḷī vipatya jo paḍe re... 1

Mān moṭap ne mamtā muke, gamtu Govindnu jāṇī re;

 Choṭ nishān uparthī na chuke, parloke pratīti āṇī re... 2

Koī kāḷe jo kām potānu, vaṇsāḍe nahi vaḷī re;

 Kapaṭ kedīye na rākhe chhānu, moṭā santne maḷī re... 3

Evā jan jagatmā jāṇo, ghar ghar ghaṇā na hoy re;

 Nishkuḷānand kahe parmāṇo, sāchā sant kā’ve soy re... 4

loading