કીર્તન મુક્તાવલી
આ લોકની જેણે આશા તજી છે પરલોકના સુખ સારુ રે
૧-૧૦૮૩: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ચોસઠપદી
પદ - ૫૨
આ લોકની જેણે આશા તજી છે, પરલોકના સુખ સારુ રે;
તેણે કરી હરિભક્તિ રજી છે, સંસાર સુખ થયું ખારું રે... ૧
ચૌદ લોક ને ચતુરધા લગી, જગમાં જે જે કહેવાય રે;
સર્વે ઠેકાણે અગનિ સળગી, દેખે તપતાં ત્યાંય રે... ૨
ઠરવા ઠાઉકું ઠામ ન સૂઝે, કહો સુખ કિયાં મનાય રે;
કાળ માયાથી સહું રહ્યાં ધ્રૂજે, હરિનાં ચરણ વિનાય રે... ૩
એમ અહોનિશ અંતરમાંઈ, વરતે છે વૈરાગ્ય રે;
નિષ્કુળાનંદ કહે તેને કાંઈ, કઠણ નો’યે કરવું ત્યાગ રે... ૪
Ā loknī jeṇe āshā tajī chhe parloknā sukh sāru re
1-1083: Sadguru Nishkulanand Swami
Category: Chosath Padi
Pad 52
Ā loknī jeṇe āshā tajī chhe, parloknā sukh sāru re;
Tene karī haribhakti rajī chhe, sansār sukh thayu khāru re... 1
Chaud lok ne chaturdhā lagī, jagmā je je kahevāy re;
Sarve ṭhekāṇe agnī saḷgī, dekhe taptā tyāy re... 2
Ṭharvā ṭhāuku ṭhām na sūjhe, kaho sukh kiyā manāy re;
Kāḷ mayāthī sahu rahyā dhrūje, Harinā charaṇ vināy re... 3
Em ahonish antarmāī, varte chhe vairāgya re;
Nishkuḷānand kahe tene kāī, kathaṇ no’ye karvu tyāg re... 4