કીર્તન મુક્તાવલી

એવા જનની ઉપર હરિ રાજી છે અક્ષર પતિ રે

૧-૧૦૮૪: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૫૩

એવા જનની ઉપર હરિ, રાજી છે અક્ષર પતિ રે;

જેણે ભક્તિ ભાવે શું કરી, ફરે નહિ કેદી મતિ રે... ૧

શરીરનાં સુખ સર્વે ત્યાગી, બાંધી પ્રભુ સાથે પ્રીતિ રે;

જેની લગની લાલશું લાગી, તે તો ગયા જગજીતી રે... ૨

કપટ રહિત શ્રીજીની સેવા, જાણજો જે જને કરી રે;

પ્રભુના પદને પામિયા એવા, આ ભવજળ ગયા તરી રે... ૩

તેમાં સંશય લેશ મ લાવો, પૂરણ પ્રતીતિ આણો રે;

નિષ્કુળાનંદ કહે નિરદાવો, જેના જીવમાં જાણો રે... ૪

Evā jannī upar Hari rājī chhe Akshar pati re

1-1084: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 53

Evā jannī upar Hari, rājī chhe Akshar pati re;

 Jeṇe bhakti bhāve shu karī, fare nahi kedī mati re... 1

Sharīrnā sukh sarve tyāgī, bāndhī Prabhu sāthe prīti re;

 Jenī lagnī lālshu lāgī, te to gayā jagjītī re... 2

Kapaṭ rahīt Shrījīnī sevā, jāṇjo je jane karī re;

 Prabhunā padne pāmīyā evā, ā bhavjaḷ gayā tarī re... 3

Temā sanshay lesh ma lāvo, pūraṇ pratīti āṇo re;

 Nishkuḷānand kahe nirdāvo, jenā jīvamā jāṇo re... 4

loading