કીર્તન મુક્તાવલી
તારું છોગું મારે આવીને ચિત્તમાં રહ્યું
૨-૧૦૮૪: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
તારું છોગું મારે આવીને ચિત્તમાં રહ્યું;
જગના જીવન રૂડું છોગું જોઈને અંતરમાં અજવાળું થયું... તારું...
સુંદર શ્યામ સોહાગી તારું મુખ નીરખીને દુઃખ દૂર ગયું... તારું...
આનંદ સહિત થયું સુખ અંતર એક જીભે નવ જાય કહ્યું... તારું...
બ્રહ્માનંદ કહે એ છોગા સારુ, લોકડિયાનું અમે મેણું સહ્યું... તારું...
Tāru chhogu māre āvīne chittamā rahyu
2-1084: Sadguru Brahmanand Swami
Category: Murtina Pad
Tāru chhogu māre āvīne chittamā rahyu;
Jagnā jīvan rūḍu chhogu joīne antarmā ajavāḷu thayu... Tāru...
Sundar Shyām sohāgī tāru mukh nīrakhīne dukh dūr gayu... Tāru...
Ānand sahit thayu sukh antar ek jībhe nav jāya kahyu... Tāru...
Brahmānand kahe e chhogā sāru, lokaḍiyānu ame meṇu sahyu... Tāru...