કીર્તન મુક્તાવલી
એવાને સંગેથી અક્ષરધામે જવાય છે જો જરૂર રે
૧-૧૦૮૫: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ચોસઠપદી
પદ - ૫૪
એવાને સંગેથી અક્ષરધામે, જવાય છે જો જરૂર રે;
બીજાને સંગે તો સુખ ન પામે, દુઃખ રહે ભરપૂર રે... ૧
જેને જાવું હોય જમને હાથે, દક્ષિણ દેશની માંય રે;
તે તો સુખે રહો કપટી સાથે, તેનું કહેતા નથી કાંય રે... ૨
પણ જાવું જેને પ્રભુજી પાસે, તેને કરવો તપાસ રે;
અંતરે બીજો તજવો આશે, થઈ રહેવું હરિના દાસ રે... ૩
આવી વાત અંતરે ઉતારી, કરી લેવું નિજ કામ રે;
નિષ્કુળાનંદ કહે વિચારી, તો પામિયે અક્ષરધામ† રે... ૪
†હરિનું ધામ
Evāne sangethī Akshardhāme javāy chhe jo jarūr re
1-1085: Sadguru Nishkulanand Swami
Category: Chosath Padi
Pad 54
Evāne sangethī Akshardhāme, javāy chhe jo jarūr re;
Bījāne sange to sukh na pāme, dukh rahe bharpūr re... 1
Jene jāvu hoy Jamne hāthe, dakshīṇ deshni māy re;
Te to sukhe raho kapṭī sāthe, tenu kahetā nathī kāy re... 2
Paṇ jāvu jene Prabhujī pāse, tene karvo tapās re;
Antare bījo tajvo āshe; thaī rahevu Harinā dās re... 3
Āvī vāt antare utārī, karī levu nij kām re;
Nishkuḷānand kahe vichārī, to pāmīe Akshardhām† re... 4
†Harinu dhām