કીર્તન મુક્તાવલી

એવા ધામને પામવા કાજ અવસર અમૂલ્ય આવ્યો

૧-૧૦૮૮: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૫૭

એવા ધામને પામવા કાજ, અવસર અમૂલ્ય આવ્યો;

આવ્યો સુખનો મળી સમાજ, ભલો અતિ મન ભાવ્યો... ૧

ભાવ્યો એ રસ જેહને ઉર, તેણે પીવા પ્યાસ કરી;

કરી દેહબુદ્ધિ વળી દૂર, એક ઉર રાખ્યા હરિ... ૨

હરિ વિના રાખ્યું નહિ કાંય, અસત્ય જાણી આપે;

આપે વિચાર્યું અંતરમાંય, તેહ તપે નહિ તાપે... ૩

તાપે તપતાં જાણી ત્રિલોક, ઇચ્છા ઉરથી તજી;

તજી નિષ્કુળાનંદ સંશય શોક, ભાવે લીધા પ્રભુને ભજી... ૪

Evā Dhāmne pāmvā kāj avsar amūlya āvyo

1-1088: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 57

Evā Dhāmne pāmvā kāj, avsar amūlya āvyo;

 Āvyo sukhno maḷī samāj, bhalo ati man bhāvyo... 1

Bhāvyo e ras jehne ur, teṇe pīvā pyās karī;

 Karī dehbuddhi vaḷī dur, ek ur rākhyā Hari... 2

Hari vinā rākhyu nahi kāy, asatya jāṇī āpe;

 Āpe vichāryu antarmāy, teh tape nahi tāpe... 3

Tāpe taptā jāṇī trilok, īchchhā urthī tajī;

 Tajī Nishkuḷānand sanshay shok, bhāve līdhā Prabhune bhajī... 4

loading