કીર્તન મુક્તાવલી
ભજી ભલી ગઈ છે જો વાત પુરુષોત્તમને પામી
૧-૧૦૮૯: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ચોસઠપદી
પદ - ૫૮
ભજી ભલી ગઈ છે જો વાત, પુરુષોત્તમને પામી;
પામી પ્રગટ પ્રભુ સાક્ષાત, કહો કાંઈ રહી ખામી... ૧
ખામી ભાંગી ખરી થઈ ખાટ, ખોયા દી ની ખોટ્ય ટળી;
ટળી ગયા સર્વે ઉચ્ચાટ, શ્રી ઘનશ્યામ મળી... ૨
મળી મોજ અલૌકિક આજ, આવ્યું સુખ અતિ અંગે;
અંગે કરવું ન રહ્યું કાજ, મળી મહારાજ સંગે... ૩
સંગે રહીશ હું તો સદાય, સુખકારી શ્યામ જાણી;
જાણી નિષ્કુળાનંદ મનમાંય, રહું ઉર આનંદ આણી... ૪
Bhajī bhalī gaī chhe jo vāt Purushottamne pāmī
1-1089: Sadguru Nishkulanand Swami
Category: Chosath Padi
Pad 58
Bhajī bhalī gaī chhe jo vāt, Purushottamne pāmī;
Pāmī pragaṭ Prabhu sākshāt, kaho kāī rahī khāmī... 1
Khāmī bhāngī kharī thaī khāṭ, khoyā dī nī khoṭya ṭaḷī;
Ṭaḷī gayā sarve uchchāt, Shrī Ghanshyām maḷī... 2
Maḷī moj alaukik āj, āvyu sukh ati ange;
Ange karvu na rahyu kāj, maḷī Mahārāj sange... 3
Sange rahīsh hu to sadāy, sukhkārī Shyām jāṇī;
Jāṇī Nishkuḷānand manmāy, rahu ur ānand āṇī... 4