કીર્તન મુક્તાવલી

આણી આંખ્યે મેં જોયા જીવન સહજાનંદ સ્વામી

૧-૧૦૯૦: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૫૯

આણી આંખ્યે મેં જોયા જીવન, સહજાનંદ સ્વામી;

સ્વામી દોયલી વેળાનું ધન, પામી દુઃખ ગયાં વામી... ૧

વામી વેદના મારી આ વાર, શરણ શ્રીજીનું લઈ;

લઈ મું અર્થે અવતાર, આવિયા આપે સઈ... ૨

સઈ કહું આ સમાની રીત, આજ આડો આંક વાળ્યો;

વાળ્યો દિવસ થઈ મારી જીત, સંશય શોક ટાળ્યો... ૩

ટાળ્યો કાળની ઝાળનો ત્રાસ, પૂરણ સુખ પામ્યો;

પામ્યો નિષ્કુળાનંદ ઉલ્લાસ, ફૂલી ત્રિલોકે ન શામ્યો... ૪

Āṇī ānkhye me joyā jīvan Sahajānand Swāmī

1-1090: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 59

Āṇī ānkhye me joyā jīvan, Sahajānand Swāmī;

 Swamī doyli veḷānu dhan, pāmī dukh gayā vāmī... 1

Vāmī vednā mārī ā vār, sharaṇ Shrījīnu laī;

 Laī mu arthe avatār, āviyā āpe saī... 2

Saī kahu ā samānī rīt, āj āḍo ānk vāḷyo;

 Vāḷyo divas thaī mārī jīt, sanshay shok ṭāḷyo... 3

Ṭāḷyo kāḷnī jhāḷno trās, pūraṇ sukh pāmyo;

 Pāmyo Nishkuḷānand ullās, fūlī triloke na shāmyo... 4

loading