કીર્તન મુક્તાવલી
શામ્યો અસત સુખનો ઉછાહ સુરતિ સાચામાં લાગી
૧-૧૦૯૧: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ચોસઠપદી
પદ - ૬૦
શામ્યો અસત સુખનો ઉછાહ, સુરતિ સાચામાં લાગી;
લાગી પ્રભુપદની જો ચાહ, બીજી ભૂખ સર્વે ભાગી... ૧
ભાગી આ લોકસુખની આશ, નિરાશે નિરાંત થઈ;
થઈ પરી એ સર્વે કાશ, અન્ય અભિલાષા ગઈ... ૨
ગઈ સુરતી સહુની પાર, અક્ષરધામે ધાઈ;
ધાઈ ઇચ્છતાં સુખ સંસાર, તેમાં ન દીઠું કાંઈ... ૩
કાંઈ માને બીજે તેનું મન? મહાસુખ મોટું જોઈ;
જોઈ નિષ્કુળાનંદ મગન, મનમાં રહ્યો મોઈ... ૪
Shāmyo asat sukhno uchhāh surati sāchāmā lāgī
1-1091: Sadguru Nishkulanand Swami
Category: Chosath Padi
Pad 60
Shāmyo asat sukhno uchhāh, surati sāchāmā lāgī;
Lāgī Prabhupadnī jo chāh, bījī bhukh sarve bhāgī... 1
Bhāgī ā loksukhnī āsh, nīrāshe nīrānt thaī;
Thaī parī e sarve kāsh, anya abhilāshā gaī... 2
Gaī sūrati sahuni pār, Aksharadhāme dhāī;
Dhāī īchchhtā sukh sansār, temā na dīṭhu kāī... 3
Kāī māne bīje tenu man? mahāsukh moṭu joī;
Joī Nishkuḷānand magan, manmā rahyo moī... 4