કીર્તન મુક્તાવલી
સોઈ સુખ પામવાને કાજ મોટા મનમાંય ઇચ્છે
૧-૧૦૯૩: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ચોસઠપદી
પદ - ૬૨
સોઈ સુખ પામવાને કાજ, મોટા મનમાંય ઇચ્છે;
ઇચ્છે ભવ બ્રહ્મા સુરરાજ, મળવા મનમાં રહે છે... ૧
રહે છે આશા એવી ઉરમાંય, મને મહાસુખ લેવા;
લેવા આનંદ ઇચ્છા સદાય, દલમાંઈ ઇચ્છે દેવા... ૨
દેવા ઉપમા એહને એક, જોતાં બીજી જડતી નથી;
નથી છાની એ વારતા છેક, કહેવાય છે કથી કથી... ૩
કથી કહ્યું એ ધામનું સુખ, વરણવી વળી વળી;
વળી નિષ્કુળાનંદ કે’ શું મુખ? દુઃખ જાય એને મળી... ૪
Soī sukh pāmavāne kāj moṭā manmāy īchchhe
1-1093: Sadguru Nishkulanand Swami
Category: Chosath Padi
Pad 62
Soī sukh pāmavāne kāj, moṭā manmāy īchchhe;
Īchchhe Bhav Brahmā Surrāj, maḷvā manmā rahe chhe... 1
Rahe chhe āshā evī urmāy, mane mahāsukh levā;
Levā ānand īchchhā sadāy, dalmāī īchchhe devā... 2
Devā upma ehne ek, jotā bījī jaḍtī nathī;
Nathī chhānī e vārtā chhek, kahevāy chhe kathī kathī... 3
Kathī kahyu e dhāmnu sukh, varaṇvī vaḷī vaḷī;
Vaḷī Nishkuḷānand ke’ shu mukh, dukh jāy ene maḷī... 4