કીર્તન મુક્તાવલી
પાને લખ્યાં એ પદ ચોસઠ્ય સુંદર સારાં શોધી
૧-૧૦૯૫: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ચોસઠપદી
પદ - ૬૪
પાને લખ્યાં આ પદ ચોસઠ્ય, સુંદર સારાં શોધી;
શોધી જોજો સહુ સારી પઠ્ય, જેવી હોય જેની બુદ્ધિ... ૧
બુદ્ધિમાંહી તે કરી વિચાર, સવળું સાર ગ્રહેજો;
ગ્રહેજો કરવાનું તે નિરધાર, ન કરવાનું મૂકી દેજો... ૨
દેજો માં વળી કોયને દોષ, રોષ અંતરમાં આણી;
આણી હૈયામાંઈ ઘણી હોંશ, મંડો સહુ સુખ જાણી... ૩
જાણી જોઈને આળસ અંગ, રતિ એક રખે રહે;
રહે નિષ્કુળાનંદ તો રંગ, અલભ્ય લાભ લહે... ૪
Pāne lakhyā e pad chosaṭh sundar sārā shodhī
1-1095: Sadguru Nishkulanand Swami
Category: Chosath Padi
Pad 64
Pāne lakhyā ā pad chosaṭh, sundar sārā shodhī;
Shodhī jojo sahu sārī paṭhya, jevī hoy jenī buddhi... 1
Buddhimāhī te karī vichār, savḷu sār grahejo;
Grahejo karvānu te nirdhār, na karvānu mūkī dejo... 2
Dejo mā vaḷī koyne dosh, rosh antarmā āṇī;
Āṇī haiyāmāī ghaṇī hosh, manḍo sahu sukh jāṇī... 3
Jānī joīne āḷas ang, ratī ek rakhe rahe;
Rahe Nishkuḷānand to rang, alabhya lābh lahe... 4