કીર્તન મુક્તાવલી

એક વાત સુણો વ્રજવાસી રે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

૨-૧૧૦૧૭: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો

એક વાત સુણો વ્રજવાસી રે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે...

સત્ય કહું છું હૃદય તપાસી, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે... એક ૧

દૃષ્ટાંતે કહી સમજાવું રે, મારું રૂપ અલૌકિક આવું રે,

જેમ ગગન મંડળે પંખી રે, ઊડે દેહ સહિત અસંખી રે... એક ૨

વાદળ ને વિદ્યુત વારિ રે, સહુ આકૃતિ ન્યારી ન્યારી રે,

સહુ સ્થિર શૂન્યમાંહી થાયે રે, જેમ હિમે નીર જમાયે રે... એક ૩

અક્ષર તે અંબર સ્થાને રે, માયા શૂન્યને અનુમાને રે,

પંખી તે પુરુષ અપારા રે, અષ્ટાવરણ દેહ આકારા રે... એક ૪

સ્થિર અસ્થિર ગતિયું થાયે રે, તે કાળ શક્તિ કહેવાયે રે,

નિર્ગુણ ને સગુણ લખાયા રે, તે અક્ષરને કહેવાય રે... એક ૫

મહાવિષ્ણુની આદિ કોટિ રે, રહે રોમ મહાકૃતિ મોટી રે,

જેમ હું એમાં દૃઢ રહું છું રે, તેમ સમજાવીને કહું છું રે... એક ૬

જેમ શબ્દ રહે નભ ભીંતર રે, સદા એક અનેક સ્વતંતર રે,

ભિન્ન ભિન્ન આકાશ રચાણો રે, ત્યારે શબ્દ ભિન્નતા જાણો રે... એક ૭

અક્ષર શક્તિ અનુસારી રે, બ્રહ્માંડ પ્રત્યે છબી મારી રે,

બહુ અક્ષર કળા વિસ્તારે રે, ધરું અનંત મૂર્તિ ત્યારે રે... એક ૮

જ્યારે અક્ષર લીન મુજ માંહીં રે, શોભે એક રૂપે સદાઈ રે,

બ્રહ્માનંદ કહે જેમ સમજાણું રે, આ પદમાં તેમ લખાણું રે... એક ૯

Ek vāt suṇo Vrajvāsī re Puruṣhottam bolyā prīte

2-11017: Sadguru Brahmanand Swami

Category: Prapti ne Mahimana Pad

Ek vāt suṇo Vrajvāsī re, Puruṣhottam bolyā prīte...

Satya kahu chhu ṛuday tapāsī, Puruṣhottam bolyā prīte... ek 1

Dṛaṣhṭānte kahī samajāvu re, māru rūp alaukik āvu re,

Jem gagan manḍale pankhī re, ūḍe deh sahit asankhī re... ek 2

Vādaḷ ne vidyut vāri re, sahu ākṛuti nyārī nyārī re,

Sahu sthir shūnyamāhi thāye re, jem hime nīr jamāye re... ek 3

Akṣhar te ambar sthāne re, māyā shūnyane anumāne re,

Pankhī te puruṣh apārā re, aṣhṭāvaraṇ deh ākārā re... ek 4

Sthir asthir gatiyu thāye re, te kāḷ shakti kahevāye re,

Nirguṇ ne saguṇ lakhāyā re, te Akṣharne kahevāy re... ek 5

Mahāviṣhṇunī ādi koṭi re, rahe rom mahākṛuti moṭī re,

Jem hu emā dṛaḍh rahu chhu re, tem samajāvīne kahu chhu re... ek 6

Jem shabda rahe nabh bhīntar re, sadā ek anek svatantar re,

Bhinna bhinna ākāsh rachāṇo re, tyāre shabda bhinnatā jāṇo re... ek 7

Akṣhar shakti anusārī re, brahmānḍ pratye chhabī mārī re,

Bahu Akṣhar kaḷā vistāre re, dharu anant mūrti tyāre re... ek 8

Jyāre Akṣhar līn muj māhī re, shobhe ek rūpe sadāī re,

Brahmānand kahe jem samajāṇu re, ā padmā tem lakhāṇu re... ek 9

loading