કીર્તન મુક્તાવલી
વફાદારી નહીં તજીએ વફાદારી નહીં તજીએ
૨-૧૧૦૫: અજાણ્ય
Category: પ્રકીર્ણ પદો
વફાદારી નહીં તજીએ, વફાદારી નહીં તજીએ,
મરી મટતાં વફાદારી, વફાદારી નહીં તજીએ,
જીવીશું આપને કાજે, પ્રમુખજી આપના થઈને, વફાદારી... ૧
મૂકાવી જન્મ-મૃત્યુથી, લીધા ખોળે તમે અમને,
સહ્યા છે અમ સ્વભાવોને, ઘસીને દેહને મનને,
કરોડો શીશ છે ઓછા, કહો ઋણ કેમ ચૂકવીએ, જીવીશું... ૨
દીધું તવ હસ્તમાં જીવન, ઘડો જે રીતથી ચાહો,
ન લેશું વાદ કે અવગુણ, ન કરશું રાવ કે દાવો,
કરો જે ઘાવ ઘડવાને, પ્રતીતિથી નહીં ફરીએ, જીવીશું... ૩
અજાણે બોલીએ સુણીએ, નહીં સંસ્થા તણું નરસું,
મુખેથી આપનું શોભે, વચન તેવું જ ઉચ્ચરશું,
અમે વાણી તણી શરણાઈ, રેલી આપને રીઝીને, જીવીશું... ૪
નિમ્યા જેને તમે તેને, ગણીશું આપ છો પોતે,
કરીશું જેમ કે'શે તે, રહીશું રાજીપો જોતે,
તમે સંસ્થા અને સંસ્થા તમે છો ભેદ નવ ગણીએ, જીવીશું... ૫
અમે વેચાણ ગુરુજી આપ, અનુવૃત્તિ મહીં રે'શું,
પ્રતિજ્ઞા જે તમે પાળી, અમે પણ જીવમાં જડશું,
તમે છો મોક્ષના દાતા, તજી તવ શરણ ક્યાં જઈએ, જીવીશું... ૬
Vafādārī nahī tajīe vafādārī nahī tajīe
2-1105: unknown
Category: Prakirna Pad
Vafādārī nahī tajīe, vafādārī nahī tajīe,
Marī maṭatā vafādārī, vafādārī nahī tajīe,
Jīvīshu āpane kāje, Pramukhjī āpanā thaīne, vafādārī... 1
Mūkāvī janma-mṛutyuthī, līdhā khoḷe tame amane,
Sahyā chhe am swabhāvone, ghasīne dehne manne,
Karoḍo shīsh chhe ochhā, kaho ṛuṇ kem chūkavīe, jīvīshu... 2
Dīdhu tav hastamā jīvan, ghaḍo je rītathī chāho,
Na leshu vād ke avaguṇ, na karashu rāv ke dāvo,
Karo je ghāv ghaḍavāne, pratītithī nahī farīe, jīvīshu... 3
Ajāṇe bolīe suṇīe, nahī Sansthā taṇu narasu,
Mukhethī āpnu shobhe, vachan tevu ja uchcharshu,
Ame vāṇī taṇī sharaṇāī, relī āpne rīzīne, jīvīshu... 4
Nimyā jene tame tene, gaṇīshu āp chho pote,
Karīshu jem ke'she te, rahīshu rājīpo jote,
Tame Sansthā ane Sansthā tame chho bhed nav gaṇīe, jīvīshu... 5
Ame vechāṇ gurujī āp, anuvṛutti mahī re'shu,
Pratignā je tame pāḷī, ame paṇ jīvmā jaḍashu,
Tame chho mokṣhanā dātā, tajī tav sharaṇ kyā jaīe, jīvīshu... 6