કીર્તન મુક્તાવલી

ચરણ ધરે ત્યાં કાશી પ્રમુખસ્વામી

૨-૧૧૨૩: ઈન્દ્રજીત ચૌધરી

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

ચરણ ધરે ત્યાં કાશી પ્રમુખસ્વામી, ચરણ ધરે ત્યાં કાશી

ગુરુહરિના પગલે પગલે તીરથ બને અવિનાશી...

પ્રેમ દયા કરુણાની ત્રિવેણી, નયનોમાં છલકાતી,

તનને મનથી પાવન થાવા બનીયે તીરથવાસી...

વેણે વેણે વ્હાલમ રાજી, ભાગ્ય ફરે એના વચનોમાં,

રિદ્ધિ સિદ્ધિ મોક્ષ કે મુક્તિ, સંત ચરણની દાસી...

હરતાં ફરતાં એ તીરથરાજની, ચરણકમલમાં હું શીશ ધરું,

પ્રમુખસ્વામીની ઇન્દ્ર ચરણ ધરું, ટાળે લાખ ચોરાસી...

Charaṇ dhare tyā Kāshī Pramukh Swāmī

2-1123: Indrajit Chaudhari

Category: Pramukh Swami Maharajna Pad

Charaṇ dhare tyā Kāshī Pramukh Swāmī, charaṇ dhare tyā Kāshī

Guruharinā pagale pagale tīrath bane avināshī...

Prem dayā karuṇānī triveṇī, nayanomā chhalakātī,

Tanne manthī pāvan thāvā banīye tīrathvāsī...

Veṇe veṇe vhālam rājī, bhāgya fare enā vachanomā,

Riddhi siddhi mokṣha ke mukti, sant charaṇnī dāsī...

Haratā faratā e tīrathrājnī, charaṇ-kamalmā hu shīsh dharu,

Pramukh Swāmīnī Indra charaṇ dharu, ṭāḷe lākh chorāsī...

Sadhu Shukmunidas

loading