કીર્તન મુક્તાવલી
ગર્ભમાંહી શું કહીને તું આવ્યો રે
૨-૧૧૩૮: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
ગર્ભમાંહી શું કહીને તું આવ્યો રે,
ગર્ભમાંહી શું કહીને તું આવ્યો;
પ્રાણી તે સંકટ વિસરાવ્યો રે. ગ. ટેક
નીચું શીશ ચરણ તારા ઊંચા,
દશ મહિના લટકાવ્યો રે. ગ. ૧
બાર આવી રસિયો થઈ ડોલે,
કામનિયે ભુલાવ્યો રે. ગ. ૨
સગાં કુટુંબી સહુ મળીને,
મોટો કહીને બોલાવ્યો રે. ગ. 3
બ્રહ્માનંદ કહે હરિ ભજ્યા વિના,
એળે જન્મ ગુમાવ્યો રે. ગ. ૪
[બ્રહ્માનંદ કાવ્ય: ૨/૭૩૮]
Garbhamāhī shu kahīne tu āvyo re
2-1138: Sadguru Brahmanand Swami
Category: Updeshna Pad
Garbhamāhī shu kahīne tu āvyo re,
Garbhamāhī shu kahīne tu āvyo;
Prāṇī te sankaṭ visarāvyo re. Garbha. ṭek
Nīchu shīsh charaṇ tārā ūnchā,
Dash mahinā laṭakāvyo re. Garbha. 1
Bār āvī rasiyo thaī ḍole,
Kāmaniye bhulāvyo re. Garbha. 2
Sagā kuṭumbī sahu maḷīne,
Moṭo kahīne bolāvyo re. Garbha. 3
Brahmānand kahe Hari bhajyā vinā,
Eḷe janma gumāvyo re. Garbha. 4
[Brahmanand Kavya: 2/738]