કીર્તન મુક્તાવલી

હાંજી ભલા સાચા અસલ અતીત

૨-૧૧૫૧: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

પદ - ૩

હાંજી ભલા સાચા અસલ અતીત,

ત્રિગુણાતીત રહે સોઈ સાચા. ટેક

ભગવા રંગે ભાવકા, રટન ગુરુ રૂદ્રાખ;

ચોળે ચિત્ત લગાયકે, ખૂબ ફકીરી ખાખ... ત્રિ. ૧

પાસે કુંડી પ્રેમકી, સત્ય ગુંઠા તતસાર;

બજીયા વ્રહ વૈરાગ્યકી, પીવત કરકર પ્યાર... ત્રિ. ૨

એક ક્રષ્ણસું આમના, મઠ ગગનકે માંહ્ય;

આસન વંચન એકાંતકા, ધૂણી ધ્યાન લગાય... ત્રિ. ૩

ઝોળી પત રજતકા, પ્રગટ દત્તકા પૂત;

ઇંદ્રિ અંતઃકરણકું, ધૂતે સો અબધૂત... ત્રિ. ૪

માયા તજે સો મહાપુરુષ, મન જીતે સો મહંત;

આપ મેલે અલખમેં, વચન ગુરુ વરતંત... ત્રિ. ૫

ફક્ત નદાવા લે ફરે, આ તનકી તજે આસ;

બ્રહ્માનંદ કહ્યા વેદમેં, સો સાચા સંન્યાસ... ત્રિ. ૬

Hājī bhalā sāchā asal atīt

2-1151: Sadguru Brahmanand Swami

Category: Updeshna Pad

Pad - 3

Hājī bhalā sāchā asal atīt,

Triguṇātīt rahe soī sāchā. ṭek

Bhagavā range bhāvakā, raṭan guru rūdrākh;

Choḷe chitta lagāyake, khūb fakīrī khākh... Tri. 1

Pāse kunḍī premakī, satya gunṭhā tatasār;

Bajīyā vrah vairāgyakī, pīvat karakar pyār... Tri. 2

Ek Kraṣhṇasu āmanā, maṭh gaganke māhya;

Āsan vanchan ekāntakā, dhūṇī dhyān lagāya... Tri. 3

Zoḷī pat rajatkā, pragaṭ dattakā pūt;

Indri antahkaraṇku, dhūte so abadhūt... Tri. 4

Māyā taje so mahāpuruṣh, man jīte so mahant;

Āp mele alakhme, vachan guru varatant... Tri. 5

Fakta nadāvā le fare, ā tankī taje ās;

Brahmānand kahyā Vedme, so sāchā sannyās... Tri. 6

loading