કીર્તન મુક્તાવલી
વાગે વાગે ઢોલ ને નગારાં અવસર રૂડો આંગણીયે
૨-૧૧૫૩: અજાણ્ય
Category: નૃત્ય ગીતો
દોહા
સ્વામી સાચા કૃપાલ, સાચા દીનના દયાલ,
મનના મોંઘા મરાલ તુજને નમું,
ભવજળના ફેરહેર માયાના બંધ પેડ
મનડાને રંગ રંગ હૃદિયે રાખું.
રંગ રાગ સુર પુર ઢોલક વાગે મૃદંગ,
મહુવર પણ બોલે છે સ્વામી સ્વામી,
અવસર આ ધન્ય ધન્ય, આંગણ આ ધન્ય ધન્ય,
સુર નરને આજ જુગત જોયા જેવી.
વાગે વાગે ઢોલ ને નગારાં, અવસર રૂડો આંગણીયે,
સ્વામીજીને હરખે વધાવો, અવસર રૂડો આંગણીયે,
એના છોગલિયા સાફા પર હું તો વારી વારી જાવું,
એના અલબેલા મુખલડે હું તો મોહી મોહી જાવું,
હીરા મોતી હેમના ઘરેણે… અવસર
સ્વામીજીને ફૂલડે વધાવો… અવસર
મારા ઝીણેરા જોબનનો સ્વામી તું છે રાખણહાર,
આવા ભવજળના ફેરાનો સ્વામી તું છે તારણહાર,
લળી લળી પાય સહું લાગો... અવસર…
સ્વામીજીને ફૂલડે વધાવો અવસર…
સ્વામી ભવો ભવ તારું હું તો શરણું માંગું,
તારા ગુણલા ગાવાને દિન રાત હું જાગું,
હૃદિયે રમાડું દિન રાત… અવસર
સ્વામીજીને ફૂલડે વધાવો… અવસર
તારા કેસરિયા વાઘા પર બધા રંગ ઓવારું,
હું તો શુધ બુધ ભૂલી બાપા તમને સંભારું,
ધન્ય ધન્ય આખો અવતાર, અવસર...
Vāge vāge ḍhol ne nagārā avasar rūḍo āngaṇīye
2-1153: unknown
Category: Nrutya Gito
Dohā
Swāmī sāchā kṛupāl, sāchā dīnnā dayāl,
Mannā monghā marāl tujane namu,
Bhav-jaḷnā fer-her māyānā bandh ped,
Manaḍāne rang rang hṛudiye rākhu.
Rang rāg sur pur ḍholak vāge mṛudang,
Mahuvar paṇ bole chhe Swāmī Swāmī,
Avasar ā dhanya dhanya, āngaṇ ā dhanya dhanya,
Sur narne āj jugat joyā jevī.
Vāge vāge ḍhol ne nagārā, avasar rūḍo āngaṇīye,
Swāmījīne harakhe vadhāvo, avasar rūḍo āngaṇīye,
Enā chhogaliyā sāfā par hu to vārī vārī jāvu,
Enā albelā mukhalḍe hu to mohī mohī jāvu,
Hīrā motī hemnā ghareṇe… avasar
Swāmījīne fūlaḍe vadhāvo… avasar
Mārā zīṇerā jobanno Swāmī tu chhe rākhaṇhār,
Āvā bhav-jaḷnā ferāno Swāmī tu chhe tāraṇhār,
Laḷī laḷī pāy sahu lāgo... Avasar…
Swāmījīne fūlaḍe vadhāvo avasar…
Swāmī bhavo bhav tāru hu to sharaṇu māngu,
Tārā guṇalā gāvāne din rāt hu jāgu,
Hṛudiye ramāḍu din rāt… avasar
Swāmījīne fūlaḍe vadhāvo… avasar
Tārā kesariyā vāghā par badhā rang ovāru,
Hu to shudh budh bhūlī Bāpā tamane sambhāru,
Dhanya dhanya ākho avatār, avasar…