કીર્તન મુક્તાવલી
ધીર ધુરંધરા શૂર સાચા ખરા
૧-૧૧૯: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: પ્રભાતિયાં
પદ - ૧
ધીર ધુરંધરા શૂર સાચા ખરા, મરણનો ભય તે મનમાં ન આણે;†
અર્વ નિખર્વ દળ એક સામા ફરે, તૃણને તુલ્ય તેહને જ જાણે... ૧
મોહનું સૈન્ય મહા વિકટ લડવા સમે, મરે પણ મોરચો નવ ત્યાગે;
કવિ ગુણી પંડિત બુદ્ધે બહુ આગળા, એ દળ દેખતાં સર્વ ભાગે... ૨
કામ ને ક્રોધ મદ લોભ દળમાં મુખી, લડવા તણો નવ લાગ લાગે;
જોગિયા જંગમ ત્યાગી તપસી ઘણા, મોરચે ગયે ધર્મદ્વાર માગે... ૩
એવા અરિસૈન્ય શું અડીખમ આથડે, ગુરુમુખી જોગીયા જુક્તિ જાણે;
મુક્તાનંદ મોહફોજ માર્યા પછી, અટલ સુખ અખંડ પદરાજ માણે‡... ૪
†જ નાણે
‡અખંડ સુખ અટલ પદ એજ માણે
Dhīr dhurandharā shūr sāchā kharā
1-119: Sadguru Muktanand Swami
Category: Prabhatiya
Pad - 1
Dhīr dhurandharā shur sāchā kharā,
Maraṇno bhay te manmā na āṇe;
Arva nikharva daḷ ek sāmā fare,
Truṇne tulya tehne ja jāṇe... 1
Mohnu sainya mahā vikaṭ laḍvā same,
Mare paṇ morcho nav tyāge;
Kavi guṇī panḍit buddhe bahu āgḷā,
E daḷ dekhtā sarva bhāge... 2
Kām ne krodh mad lobh daḷmā mukhī,
Laḍvā taṇo nav lāg lāge;
Jogīyā jangam tyāgī tapsī ghaṇā,
Morche gaye dharmadvār māge... 3
Evā ari-sainya shu aḍīkham āthaḍe,
Gurumukhī jogīyā jukti jāṇe;
Muktānand mohfoj māryā pachhī,
Aṭaḷ sukh akhanḍ padrāj māṇe†... 4
†Akhanḍ sukh aṭal pad ej māṇe