કીર્તન મુક્તાવલી

સખી કારતક માસે કંથ પીયુ ગયા પરહરી

૨-૧૧૯૩: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: લીલાનાં પદો

પદ - ૧

સખી કારતક માસે કંથ, પીયુ ગયા પરહરી;

સખી ઉપનું દુઃખ અત્યંત, કંગાલ મુને કરી... ૧

સખી પીયુ ગયા પરદેશ, સંદેશો ન મેલીયો;

સખી હૈડે દુઃખનો હમેશ, રિણાવર રેલીયો... ૨

સખી નયણે વહે છે નીર, ઉદાસી અંત રે;

સખી શ્યામ વિના શરીર, પડ્યું પરતંત રે... ૩

સખી હવે સલૂણા સાથ, ભાવે ક્યારે ભેટશું;

સખી નિષ્કુળાનંદનો નાથ, મળ્યે દુઃખ મેટશું... ૪

Sakhī Kāratak māse kanth pīyu gayā parharī

2-1193: Sadguru Nishkulanand Swami

Category: Leelana Pad

Pad - 1

Sakhī Kāratak māse kanth, pīyu gayā parharī;

Sakhī upanu dukh atyant, kangāl mune karī... 1

Sakhī pīyu gayā pardesh, sandesho na melīyo;

Sakhī haiḍe dukhno hamesh, riṇāvar relīyo... 2

Sakhī nayaṇe vahe chhe nīr, udāsī ant re;

Sakhī Shyām vinā sharīr, paḍyu partant re... 3

Sakhī have Salūṇā sāth, bhāve kyāre bheṭashu;

Sakhī Niṣhkuḷānandno Nāth, maḷye dukh meṭashu... 4

loading