કીર્તન મુક્તાવલી
જ્યાં લગી જક્ત જંજાળ ઉરમાં ખરો
૧-૧૨૦: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: પ્રભાતિયાં
પદ - ૨
જ્યાં લગી જક્ત જંજાળ ઉરમાં ખરો, ત્યાં લગી શૂરતા ચિત્ત નાવે;
જે જે વિચારીને જુક્તિ કરવા જશે, તે જ કાયરપણું નામ કા’વે... ૧
પરચો ઇચ્છે તેને પામર જાણવો, જન ન ઇચ્છવું જોગ્ય જાણે;
નિષ્કામી તે નારાયણ રૂપ છે, આશા† ને તૃષ્ણા† ઉરમાં ન આણે... ૨
અક્ષર પર પુરુષોત્તમ શ્રીહરિ‡, તેહને સૂઝશે તે જ કરશે;
જન મતિમંદ અણછતાં ઊભાં થઈ, તાણતાં તાણતાં તૂટી મરશે... ૩
કેસરી બાળને ભય નહિ કોઈનો, મત્ત મેંગળ તણાં જૂથ ભાગે;
મુક્તાનંદ તે શિષ્ય સદ્ગુરુ તણા, જગતથી ઊલટી રીત જાગે... ૪
†આશ; ત્રાસ ‡વિશ્વવ્યાપી હરિ એક વિલસી રહ્યા
Jyā lagī jakta janjāḷ urmā kharo
1-120: Sadguru Muktanand Swami
Category: Prabhatiya
Pad - 2
Jyā lagī jakta janjāḷ urmā kharo, tyā lagī shūrtā chitta nāve;
Je je vichārīne jukti karavā jashe, te j kāyarpaṇu nām kā’ve... 1
Paracho ichchhe tene pāmar jāṇavo, jan na ichchhavu jogya jāṇe;
Niṣhkāmī te Nārāyaṇ rūp chhe, āshā† ne tṛuṣhṇā† urmā na āṇe... 2
Akṣhar par Puruṣhottam Shrīhari‡, tehane sūzashe te j karashe;
Jan matimand aṇachhatā ūbhā thaī, tāṇatā tāṇatā tūṭī marashe... 3
Kesarī bāḷane bhay nahi koīno, matta mengaḷ taṇā jūth bhāge;
Muktānand te shiṣhya sadguru taṇā, jagatathī ūlaṭī rīt jāge... 4
†āsha; trās ‡Vishvavyāpī Hari ek vilasī rahyā