કીર્તન મુક્તાવલી
મતવાલા તણી રીત મહા વિકટ છે
૧-૧૨૧: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: પ્રભાતિયાં
પદ - ૩
મતવાલા તણી રીત મહા વિકટ છે, પ્રેમરસ પીએ તે જન જાણે;
મૂંડા તે શું જાણે મજીઠના પાડને, ભીખતાં જન્મનો અંત આણે... ૧
વર્ણ આશ્રમ તણી આડ મહા† વિકટ છે, તે કેમ પાધરી વાત પ્રીછે;
શીશ અર્પ્યા વિના શ્યામ રીઝે નહીં, શીશ અર્પે જે કોઈ શરણ ઇચ્છે... ૨
પ્રેમ બાગ બગીચે નવ નીપજે, દામ ખરચ્યે નવ પ્રેમ પામે;
મસ્તક ધડામાં જે જન મેલશે, તે ઘટ પ્રેમપ્રવાહ સામે... ૩
સુર નર મુનિ તણી ચાંચ ખૂંચે નહીં, ચૌદ લોકમાં એ અગમ સહુને;
મુક્તાનંદ એ અગમ રસ અતિ ઘણો, સદ્ગુરુ મોજથી સુગમ બહુને... ૪
†સહુને
Matvālā taṇī rīt mahā vikaṭ chhe
1-121: Sadguru Muktanand Swami
Category: Prabhatiya
Pad - 3
Matvālā taṇī rīt mahā vikaṭ chhe, premaras pīe te jan jāṇe;
Mūnḍā te shu jāṇe majīṭhanā pāḍane, bhīkhatā janmano anta āṇe... 1
Varṇa āshram taṇī āḍ mahā† vikaṭ chhe, te kem pādharī vāt prīchhe;
Shīsh arpyā vinā Shyām rīze nahī, shīsh arpe je koī sharaṇ ichchhe... 2
Prem bāg bagīche nav nīpaje, dām kharachye nav prem pāme;
Mastak dhaḍāmā je jan melashe, te ghaṭ premapravāh sāme... 3
Sur nar muni taṇī chāncha khūnche nahī, chaud lokamā e agam sahune;
Muktānand e agam ras ati ghaṇo, sadguru mojathī sugam bahune... 4
†sahune