કીર્તન મુક્તાવલી
જ્યાં લગી જાત ને ભાત જંજાળ છે
૧-૧૨૨: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: પ્રભાતિયાં
પદ - ૪
જ્યાં લગી જાત ને ભાત જંજાળ છે, ત્યાં લગી આત્મા જાણ અળગો;
જેહને હરિ વિના અન્ય અળખામણું, સત્ય સ્વરૂપ નર તેહ વળગો... ૧
ઊલટા અન્નની સહજ ઇચ્છા ટળે, દેખતાં ઊબકો સૌને આવે;
તેહને જે ભખે મનુષ્યમાં નવ ખપે, શ્વાન સૂકર તણી જાત કા’વે... ૨
જ્યાં લગી દેહને હું કરી જાણશે, ત્યાં લગી ભોગવિલાસ ભાવે;
શ્વાન સૂકર તે મનુષ્યમાંથી ટળ્યો, હરિતણો જન તે કેમ કા’વે... ૩
હરિના જન હરિના ગુણે જુક્ત છે, મુક્ત તનનું નહિ માન જેને;
મુક્તાનંદ તે સંતજન સૂરમાં, આપમાં વ્યાપ હરિ હોય તેને†... ૪
†પ્રગટ પરબ્રહ્મ રહે પાસ તેને
Jyā lagī jāt ne bhāt janjāḷ chhe
1-122: Sadguru Muktanand Swami
Category: Prabhatiya
Pad - 4
Jyā lagī jāt ne bhāt janjāḷ chhe, tyā lagī ātmā jāṇ aḷago;
Jehane Hari vinā anya aḷakhāmaṇu, satya swarūp nar teh vaḷago... 1
Ūlaṭā annanī sahaj ichchhā ṭaḷe, dekhatā ūbako saune āve;
Tehane je bhakhe manuṣhyamā nav khape, shvān sūkar taṇī jāt kā’ve... 2
Jyā lagī dehane hu karī jāṇashe, tyā lagī bhog-vilās bhāve;
Shvān sūkar te manuṣhyamāthī ṭaḷyo, Haritaṇo jan te kem kā’ve... 3
Harinā jan Harinā guṇe jukta chhe, mukta tannu nahi mān jene;
Muktānand te sant-jan sūrmā, āpmā vyāp Hari hoya tene... 4
†pragaṭ Parabrahma rahe pās tene