કીર્તન મુક્તાવલી
ભેખ ને ટેક વર્ણાશ્રમ પાળતાં
૧-૧૨૩: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: પ્રભાતિયાં
પદ - ૫
ભેખ† ને ટેક વર્ણાશ્રમ પાળતાં, ઊલટો એ જ જંજાળ થાયે;
ગાડર આણીએ ઊનને કારણે, કાંતેલાં કોકડાં તે જ ખાયે... ૧
જે જેવો થઈ રહે સાર તેહને કહે, એ જ આવરણ તણું રૂપ જાણો;
જેમ એ ધોલારી તેમ એ ધર્મરત, તેમાં તે શું નવલું કમાણો? ... ૨
તજે ત્રણ એષણા તે જ વિચક્ષણા, જહદાજહદનો મર્મ જાણે;
ભાગ ને ત્યાગનો ભેદ ગુરુ[મુખ]થી ગ્રહે, પિંડ બ્રહ્માંડ ઉરમાં ન આણે... ૩
એ જ સંન્યાસ શ્રીપાત તેણે કરી, શ્રી તણું કૃત્ય નવ સત્ય દેખે;
ભિક્ષુક તે ખરા ભ્રમ મનનો તજે, સત્ય મુક્તાનંદ પ્રભુ પેખે... ૪
†વેષ
Bhekh ne ṭek varṇāshram pāḷatā
1-123: Sadguru Muktanand Swami
Category: Prabhatiya
Pad - 5
Bhekh† ne ṭek varṇāshram pāḷatā, ūlaṭo e ja janjāḷ thāye;
Gāḍar āṇīe ūnane kāraṇe, kāntelā kokaḍā te ja khāye... 1
Je jevo thaī rahe sār tehane kahe, e ja āvaraṇ taṇu rūp jāṇo;
Jem e dholārī tem e dharmarat, temā te shu navalu kamāṇo? ... 2
Taje traṇ eṣhaṇā te ja vichakṣhaṇā, jahadā-jahadno marma jāṇe;
Bhāg ne tyāgno bhed guru[mukh]thī grahe, pinḍ brahmānḍ urmā na āṇe... 3
E ja sannyās shrīpāt teṇe karī, shrī taṇu kṛutya nav satya dekhe;
Bhikṣhuk te kharā bhram manno taje, satya Muktānand Prabhu pekhe... 4
†veṣh