કીર્તન મુક્તાવલી
નવલ સનેહિ નાથજી રે પ્રેમીજનના છો પ્રાણ
૨-૧૨૩૬: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: લીલાનાં પદો
પદ - ૧
રાગ: ગરબી
નવલ સનેહિ નાથજી રે, પ્રેમીજનના છો પ્રાણ (૨)... નવલ꠶ ટેક.
વહાલા સાંભળજો વિનતિ, વહાલા સાંભળજો વિનતિ જી રે,
છો જાણ સુજાણ... નવલ꠶ ૧
મેલી વનમાં એકલાંજી રે, ગયા ધર્મકુમાર (૨);
ન ઘટે તમને નાથજી, ન ઘટે તમને નાથજી જી રે,
અમે અબળા અવતાર... નવલ꠶ ૨
આવ્યાં તમારે આસરેજી રે, મેલી કુટુંબ પરિવાર (૨);
જાણ્યું અમને પાળશો, જાણ્યું અમને પાળશો જી રે,
હરિવર હૈડાના હાર... નવલ꠶ ૩
તમે કરી જે આ સમેજી રે, એવી ન કરે કોઈ નાથ (૨);
પડતાં મેલ્યાં આભથી, પડતાં મેલ્યાં આભથી જી રે,
બલવંત ઝાલીને હાથ... નવલ꠶ ૪
બહુ દયાળુ જાણતાંજી રે, કઠણ થયા કેમ આજ (૨);
પ્રેમાનંદના નાથજી, પ્રેમાનંદના નાથજી જી રે
દયા આણો માહારાજ... નવલ꠶ ૫
Naval sanehi Nāthjī re premī-jannā chho prāṇ
2-1236: Sadguru Premanand Swami
Category: Leelana Pad
Pad - 1
Rāg: Garbī
Naval sanehi Nāthjī re, premī-jannā chho prāṇ (2)... Naval
Vahālā sāmbhaḷjo vinati, vahālā sāmbhaḷjo vinati jī re,
Chho jāṇ sujāṇ... Naval 1
Melī vanmā ekalājī re, gayā Dharma-kumār (2);
Na ghaṭe tamane Nāthjī, na ghaṭe tamane Nāthjī jī re,
Ame abaḷā avatār... Naval 2
Āvyā tamāre āsarejī re, melī kuṭumb parivār (2);
Jāṇyu amane pāḷasho, jāṇyu amane pāḷasho jī re,
Harivar haiḍānā hār... Naval 3
Tame karī je ā samejī re, evī na kare koī Nāth (2);
Paḍatā melyā ābhthī, paḍatā melyā ābhthī jī re,
Balavant zālīne hāth... Naval 4
Bahu dayāḷu jāṇtānjī re, kaṭhaṇ thayā kem āj (2);
Premānandnā Nāthjī, Premānandnā Nāthjī jī re
Dayā āṇo Māhārāj... Naval 5