કીર્તન મુક્તાવલી

મેલ મન તાણ ગ્રહી વચન ગુરુદેવનું

૧-૧૨૪: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: પ્રભાતિયાં

પદ - ૬

મેલ મન તાણ ગ્રહી વચન ગુરુદેવનું, સેવ તું રૂપ એ શુદ્ધ સાચું;

મનમત્ત થઈને તું કોટિ સાધન કરે, સદ્‍ગુરુ શબ્દ વિણ સર્વે કાચું... ૧

યજ્ઞ યાગે કરી સ્વર્ગસુખ ભોગવે, પુણ્ય ખૂટ્યે પડે નક્કી પાછો;

તીર્થ ને વ્રત તણું જોર પણ ત્યાં લાગી, ગુરુગમ વિના ઉપાય કાચો... ૨

અડસઠ તીરથ સદ્‍ગુરુ ચરણમાં, જાણશે જન જે હશે પૂરા;

મન કર્મ વચને મોહ મનનો તજી, ભજે ગુરુબ્રહ્મ તે સંત શૂરા... ૩

મનનાં કૃત્ય તે મિથ્યા જાણી તજ્યાં, મન પણ અમન થઈ મળ્યું ત્યારે;

મુક્તાનંદ ગુરુમર્મ છે વચનમાં, વચન વિચારીને જોયું જ્યારે... ૪

Mel man tāṇ grahī vachan gurudevnu

1-124: Sadguru Muktanand Swami

Category: Prabhatiya

Pad - 6

Mel man tāṇ grahī vachan gurudevnu,

 Sev tu rūp e shuddh sāchu;

Manmatta thaīne tu koṭi sādhan kare,

 Sadguru shabda viṇ sarve kāchu... 1

Yagna yāge karī swargsukh bhogve,

 Puṇya khuṭye paḍe nakkī pāchho;

Tīrth ne vrat taṇu jor paṇ tyā lāgī,

 Gurugam vinā upāy kācho... 2

Aḍsath tīrath sadguru charaṇmā,

 Jāṇshe jan je hashe pūrā;

Man karma vachane moh manno tajī,

 Bhaje gurubrahma te sant shurā... 3

Mannā krutya te mīthyā jāṇī tajyā,

 Man paṇ aman thaī maḷyu tyāre;

Muktānand gurumarma chhe vachanmā,

 Vachan vichārīne joyu jyāre... 4

loading