કીર્તન મુક્તાવલી
દુઃખડાં દૂર કરો સંકટ સર્વે હરો સ્વામીબાપા
૨-૧૨૪: વલ્લભદાસ
Category: યોગીજી મહારાજનાં પદો
દુઃખડાં દૂર કરો સંકટ સર્વે હરો, સ્વામીબાપા,
નિર્દોષ કરો છો ભક્તોને મારી થાપા... ꠶ટેક
જોતાં તમને અંતર ઊભરાતું,
હૈયું થનગન થનગન મારું થાતું,
રટના એક જ લાગી, તમશું પ્રીતિ જાગી... સ્વામી꠶ ૧
વાતો અમને તમારી બહુ ગમતી,
વ્હાલા રાત-દિવસ હૃદયે રમતી,
મૂર્તિ મુજને મળી આજ અઢળક ઢળી... સ્વામી꠶ ૨
શરણે તમારે જે કોઈ આવે,
સ્વામિનારાયણ મંત્ર સુણાવે,
ત્રિવિધ તાપ હરો, સંકટ સર્વે હરો... સ્વામી꠶ ૩
કહે છે ‘વલ્લભદાસ’ પુકારી,
સ્વામી જોજો ન કરણી અમારી,
ચરણે તમારે પડી, વિનવું ઘડી રે ઘડી... સ્વામી꠶ ૪
Dukhḍā dūr karo sankaṭ sarve haro Swāmībāpā
2-124: Vallabhdas
Category: Yogiji Maharajna Pad
Dukhḍā dūr karo sankaṭ sarve haro, Swāmībāpā;
Nirdosh karo chho bhaktone mārī thāpā...
Jotā tamne antar ūbhrātu,
Haiyu thangan thangan māru thātu;
Raṭnā ek ja lāgī, tamshu prīti jāgī... Swāmī 1
Vāto amne tamārī bahu gamtī,
Vahālā rāt-divas hradaye ramtī;
Mūrti mujne maḷī āj aḍhaḷak ḍhaḷī... Swāmī 2
Sharaṇe tamāre je koī āve,
Swāminārāyaṇ mantra suṇāve;
Trividh tāp haro, sankaṭ sarve haro... Swāmī 3
Kahe chhe ‘Vallabhdās’ pukārī,
Swāmī jojo na karṇī amārī;
Charaṇe tamāre paḍī, vinvu ghaḍī re ghaḍī... Swāmī 4