કીર્તન મુક્તાવલી
શૂર સંગ્રામને દેખતાં નવ ડગે
૧-૧૨૫: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: પ્રભાતિયાં
પદ - ૭
શૂર સંગ્રામને દેખતાં નવ ડગે, ડગે તેને સ્વપને સુખ ન હોયે;†
હય ગજ ગર્જના હાક વાગે ઘણી, મનમાં ધડક નવ ધરે તોયે... ૧
અડગ સંગ્રામને સમે ઊભા રહે, અર્પવા શીશ આનંદ મનમાં;
ચાકરી સુફળ કરવા તણે કારણે, વિકસ્યું વદન ઉમંગ તનમાં... ૨
અકથ અલૌકિક રાજને રીઝવે, જે નર મન તણી તાણ મૂકે;
વચન પ્રમાણે તેની પેઠે‡ વર્તતા, એક પગ ભર ઊભા જ સૂકે... ૩
એવાની આગળે મોહદળ નવ મંડે, ભાગતાં ભોમ ભારે જ લાગે;
મુક્તાનંદ તે શૂર સાચા વદે, (જે) ચાકરી કરી નવ મોજ માગે... ૪
†ડગે તે શૂર સ્વપને ન હોયે
‡તે વિપત્યે
Shūr sangrāmne dekhatā nav ḍage
1-125: Sadguru Muktanand Swami
Category: Prabhatiya
Pad - 7
Shūr sangrāmne dekhatā nav ḍage, ḍage tene swapane sukh n hoye;†
Hay gaj garjanā hāk vāge ghaṇī, manmā dhaḍak nav dhare toye... 1
Aḍag sangrāmane same ūbhā rahe, arpavā shīsh ānand manmā;
Chākarī sufaḷ karavā taṇe kāraṇe, vikasyu vadan umang tanmā... 2
Akath alaukik rājne rīzave, je nar man taṇī tāṇ mūke;
Vachan pramāṇe tenī peṭhe‡ vartatā, ek pag bhar ūbhā j sūke... 3
Evānī āgaḷe mohdaḷ nav manḍe, bhāgatā bhom bhāre j lāge;
Muktānand te shūr sāchā vade, (je) chākarī karī nav moj māge... 4
†ḍage te shūr swapane na hoye
‡te vipatye