કીર્તન મુક્તાવલી
અવસર આવિયો રણ રમવા તણો
૧-૧૨૬: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: પ્રભાતિયાં
પદ - ૮
અવસર આવિયો રણ રમવા તણો, અતિ અમૂલ્ય નવ મળે નાણે;
સમજવું હોય તો સમજજો સાનમાં, તજી પરપંચ તક જોઈ ટાણે... ૧
મુનિ મન મધ્ય વિચાર એવો કરે, મોહ શું લડે તે મર્દ કેવા;
પાખરિયા નર (તે) કૈંક પાડ્યા ખરા, શૃંગી શશી સુરરાજ જેવા... ૨
એવા તો કૈંકની લાજ લીધી ખરી, એક ગુરુદેવથી એ જ ભાગે;
તે ગુરુદેવ તો તાહેરી કોર છે, જડમતિ તોય નવ બુદ્ધિ જાગે... ૩
કરી લે કામ રટ રામ ઉતાવળો, ગુરુતણી મોજ ગોવિંદ મળશે;
મુક્તાનંદ એ વચનમાં મર્મ છે, મર્મ જાણ્યે મદ મોહ ટળશે... ૪
Avsar āviyo raṇ ramavā taṇo
1-126: Sadguru Muktanand Swami
Category: Prabhatiya
Pad - 8
Avsar āviyo raṇ ramvā taṇo,
Ati amūlya nav maḷe nāṇe;
Samajvu hoy to samajjo sānmā,
Tajī parpanch tak joī ṭāne... 1
Muni man madhya vichār evo kare,
Moh shu lade te mard kevā;
Pākhariyā nar (te) kaik pāḍyā kharā,
Shrungī Shashī Surrāj jevā... 2
Evā to kaiknī lāj līdhī kharī,
Ek gurudevthī e ja bhāge;
Te gurudev to tāherī kor chhe,
Jaḍmati toy nav buddhi jāge... 3
Karī le kām raṭ Rām utāvaḷo,
Gurutaṇī moj Govind maḷshe;
Muktānand e vachanmā marma chhe,
Marma jānye mad moh ṭaḷshe... 4