કીર્તન મુક્તાવલી

ધાર તલવારની સોયલી ચપળ છે

૧-૧૨૭: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: પ્રભાતિયાં

પદ - ૯

ધાર તલવારની સોયલી ચપળ છે, વચનની ટેક તે વિકટ જાણો;

ભેખની ટેક તે વચનમાં નવ રહે, રહે તે પ્રગટ ભક્તિ પ્રમાણો... ૧

શૂરને એક પળ કામ આવી પડે, મરે કાં મોજ લઈ સુખ પામે;

સંત સંગ્રામથી પળ ન પાછો હટે, મન દમવા તણે ચડે ભામે... ૨

મન શું લડવા કોણ સામો મંડે, સુર નર અસુર બહુ હાર માને;

ગુરુમુખી શિષ્ય વિણ રૂંઢ રણમાં ફિરે, જગતનો શબ્દ નવ સુણે કાને... ૩

શૂર ને સંતમાં અંતર અતિ ઘણો, સૂરજ સંગ ખદ્યોત શોભા;

મુક્તાનંદ તે સંતની આગળે, મોહ ને મન કરે ત્રાય તોભા... ૪

Dhār talvārnī soyalī chapaḷ chhe

1-127: Sadguru Muktanand Swami

Category: Prabhatiya

Pad - 9

Dhār talvārnī soyalī chapaḷ chhe, vachannī ṭek te vikaṭ jāṇo;

 Bhekhanī ṭek te vachanmā nav rahe, rahe te pragaṭ bhakti pramāṇo... 1

Shūrne ek paḷ kām āvī paḍe, mare kā moj laī sukh pāme;

 Sant sangrāmthī paḷ n pāchho haṭe, man damavā taṇe chaḍe bhāme... 2

Man shu laḍavā koṇ sāmo manḍe, sur nar asur bahu hār māne;

 Gurumukhī shiṣhya viṇ rūnḍha raṇmā fire, jagatano shabda nav suṇe kāne... 3

Shūr ne santmā antar ati ghaṇo, sūraj sang khadyot shobhā;

 Muktānand te santnī āgaḷe, moh ne man kare trāya tobhā... 4

loading