કીર્તન મુક્તાવલી

શ્રીજી પધાર્યા સ્વધામમાં રે મેલી પોતાના મળેલ

૨-૧૩૦૧૩: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: લીલાનાં પદો

શ્રીજી પધાર્યા સ્વધામમાં રે, મેલી પોતાના મળેલ;

તે પણ તન ત્યાગશે રે, ત્યારે રખે પડતી જો ભેળ. શ્રીજી

ત્યારે ભક્તિ મને કેમ ભાવશે રે, ધર્મ પર્ય રે’શે જો દ્વેષ;

વાત વૈરાગ્યની નહીં ગમે રે, જ્ઞાનનો નહીં રહે લેશ. શ્રીજી

ક્ષમા દયાને આદિનતા રે, સ્યા સારુ રેશે સંતોષ;

ત્યાગ તે પણ ટકશે નહીં રે, તે તો જોઈ મૂક્યો છો જોષ. શ્રીજી

મન માને તેમ મા’લશે રે, ચાલશે ચિત્ત અનુસાર;

માથેથી બીક મટી ગઈ રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

પિસોરી જોડા તે પે’રશે રે, ભીંજ્યા તૈયાર;

ચટકંતી ચાલ્યશું ચાલશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

પનાલા પોતિયા પે’રશે રે, લાલ કોરે લીટી લગાર;

પેચે પાટલીયું પાડશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

અવળ પછેડિયું ઓઢશે રે, તેમાં મર હોય જો તાર;

બણી ઠણીને બેસશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

મન માન્યું માથે બાંધશે રે, રુડું હિંગલે રંગદાર;

બરોબર ગમતું ગોઠવશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

ગાદી તકિયા ને ગાદલાં રે, અવલ ઓશિસાં સાર;

સજ્યા સુંદર સમારશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

ભાવતાં ભોજન જમશે રે, જેવો હસે પોતાને પ્યાર;

સારાં સ્વાદુ શોધશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

ગરમ નરમ ગળ્યાં ચિકણાં રે, સુંદર વળી સુખ દેનાર;

ખટરસ ખોળીને ખાવશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

સારાં શાક વઘારશે રે, મેલી ઘણા ઘીનો વઘાર;

જુક્તે જુજવું જમશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

પગેપાળા શીદ ચાલશે રે, આવે જેણે અંગે અજાર;

ઘોડાગાડીયું રાખશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

મોટાંની મોટપ ઢાંકશે રે, નાખશે પોતાનો ભાર;

વાતુના વાયદા કરશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

નારી ધન્યને નંદશે રે, વાતમાં વારંવાર;

અંતરે અભાવ તો નહીં કરે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

ફાવતા દેશમાં ફરશે રે, તતપર થઈ તૈયાર;

ગામ ગમતાં તે ગોતશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

સારાં શહેરને શોધશે રે, જીયાં દુઃખ નોયે લગાર;

મીઠી રસોયુંને માનશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

છોટા છોટા શિષ્ય રાખશે રે, ચાકરી કરવા બેચાર;

મોટાની મોબત્ય મૂકશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

ત્યાગ હોય ન હોય જો તનમાં રે, તેનો અતિ કરશે ઉચ્ચાર;

દંભે કરી દન કાઢશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

વૃત્તિ અંતરે વાળશે નહીં રે, બઉબઉ વરતશે બાર;

લોકમાં લાજ વધારશે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

સર્વે દગાના સ્થળ દેખાડીયાં રે, એવાં બીજાં છે જો અપાર;

તન અભિમાની તે નહીં તજે રે, જેને કેનો ન રયો ભાર. શ્રીજી

આ તો ભાખ્યું છે ભવિષ્યનું રે, સૌ સમજી ગ્રેજો સાર;

નિષ્કુળાનંદ કે એ નહીં ફરે રે, કયું છે મેં કરી વિચાર. શ્રીજી

શ્રી નિષ્કુળાનંદ કાવ્ય કીર્તન-ભુજ: ૧/૯૦; સ્વામીની વાતો ૫/૪૦૩

Shrījī padhāryā swadhāmmā re melī potānā maḷel

2-13013: Sadguru Nishkulanand Swami

Category: Leelana Pad

Shrījī padhāryā swadhāmamā re, melī potānā maḷel;

Te paṇ tan tyāgshe re, tyāre rakhe paḍatī jo bheḷ. Shrījī

Tyāre bhakti mane kem bhāvashe re, dharma parya re’she jo dveṣh;

Vāt vairāgyanī nahī game re, gnānno nahī rahe lesh. Shrījī

Kṣhamā dayāne ādintā re, syā sāru reshe santoṣh;

Tyāg te paṇ ṭakashe nahī re, te to joī mūkyo chho joṣh. Shrījī

Man māne tem mā’lashe re, chālashe chitta anusār;

Māthethī bīk maṭī gaī re, jene keno na rayo bhār. Shrījī

Pisorī joḍā te pe’rashe re, bhīnjyā taiyār;

Chaṭakantī chālyashu chālashe re, jene keno na rayo bhār. Shrījī

Panālā potiyā pe’rashe re, lāl kore līṭī lagār;

Peche pāṭalīyu pāḍashe re, jene keno na rayo bhār. Shrījī

Avaḷ pachheḍiyu oḍhashe re, temā mar hoy jo tār;

Baṇī ṭhaṇīne besashe re, jene keno na rayo bhār. Shrījī

Man mānyu māthe bāndhashe re, ruḍu hingale rangdār;

Barobar gamatu goṭhavashe re, jene keno na rayo bhār. Shrījī

Gādī takiyā ne gādalā re, aval oshisā sār;

Sajyā sundar samārashe re, jene keno na rayo bhār. Shrījī

Bhāvatān bhojan jamashe re, jevo hase potāne pyār;

Sārā svādu shodhashe re, jene keno na rayo bhār. Shrījī

Garam naram gaḷyā chikaṇā re, sundar vaḷī sukh denār;

Khaṭras khoḷīne khāvashe re, jene keno na rayo bhār. Shrījī

Sārā shāk vaghārshe re, melī ghaṇā ghīno vaghār;

Jukte jujavu jamashe re, jene keno na rayo bhār. Shrījī

Pagepāḷā shīd chālashe re, āve jeṇe ange ajār;

Ghoḍā-gāḍīyu rākhashe re, jene keno na rayo bhār. Shrījī

Moṭānī moṭap ḍhānkashe re, nākhashe potāno bhār;

Vātunā vāyadā karashe re, jene keno na rayo bhār. Shrījī

Nārī dhanyane nandashe re, vātmā vāramvār;

Antare abhāv to nahī kare re, jene keno na rayo bhār. Shrījī

Fāvatā deshmā farashe re, tatpar thaī taiyār;

Gām gamatā te gotashe re, jene keno na rayo bhār. Shrījī

Sārā shaherne shodhashe re, jīyā dukh noye lagār;

Mīṭhī rasoyune mānashe re, jene keno na rayo bhār. Shrījī

Chhoṭā chhoṭā shiṣhya rākhashe re, chākarī karavā bechār;

Moṭānī mobatya mūkashe re, jene keno na rayo bhār. Shrījī

Tyāg hoy na hoy jo tanmā re, teno ati karashe uchchār;

Dambhe karī dan kāḍhashe re, jene keno na rayo bhār. Shrījī

Vṛutti antare vāḷashe nahī re, bau bau varatashe bār;

Lokmā lāj vadhārashe re, jene keno na rayo bhār. Shrījī

Sarve dagānā sthaḷ dekhāḍīyā re, evā bījā chhe jo apār;

Tan abhimānī te nahī taje re, jene keno na rayo bhār. Shrījī

Ā to bhākhyu chhe bhaviṣhyanu re, sau samajī grejo sār;

Niṣhkuḷānand ke e nahī fare re, kayu chhe me karī vichār. Shrījī

Shri Nishkulanand Kavya Kirtan-Bhuj 1/90: Swamini Vato 5/403

loading