કીર્તન મુક્તાવલી
મારે મ્હોલે આવો હસીને બોલાવો
૨-૧૩૦૧૪: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: લીલાનાં પદો
મારે મ્હોલે આવો હસીને બોલાવો,
રે રંગભીના છેલા નંદજીના, છો જી રાજ... મારે મ્હોલે ૧
પાઘલડી પેચાળી બાંધી છે રૂપાળી,
રે લટકાળા મોતીડાંવાળા, છો જી રાજ... મારે મ્હોલે ૨
કહાના ગિરધારી મૂર્તિ તારી,
રે મનમાની છેલ ગુમાની, છો જી રાજ... મારે મ્હોલે ૩
બ્રહ્માનંદના પ્યારા શોભો છો સારા,
રે કેસરિયા રંગના ભરિયા, છો જી રાજ... મારે મ્હોલે ૪
Māre mahole āvo hasīne bolāvo
2-13014: Sadguru Brahmanand Swami
Category: Leelana Pad
Māre mahole āvo hasīne bolāvo,
Re rangbhīnā chhelā Nandjīnā, chho jī rāj... māre mahole 1
Pāghalḍī pechāḷī bāndhī chhe rūpāḷī,
Re laṭakāḷā motīḍāvāḷā, chho jī rāj... māre mahole 2
Kahānā Giradhārī mūrti tārī,
Re man-mānī chhel gumānī, chho jī rāj... māre mahole 3
Brahmānandnā pyārā shobho chho sārā,
Re kesariyā rangnā bhariyā, chho jī rāj... māre mahole 4