કીર્તન મુક્તાવલી
ભગવાન સૌનું ભલું કરો ભગવાન ભજી લેવા
૨-૧૩૫: સાધુ અક્ષરજીવનદાસ
Category: યોગીજી મહારાજનાં પદો
ભગવાન સૌનું ભલું કરો, ભગવાન ભજી લેવા,
યોગીજીનો જીવન મંત્ર આ, થઈએ યોગી જેવા... ꠶ટેક
પચ્ચીસ હજારનો નફો છોડી રવિસભામાં જઈએ,
નીચી દૃષ્ટિ કરી ચાલીએ અગ્નિ જેવા થઈએ;
ગુરુહરિમાં નિર્દોષબુદ્ધિ, એ ભક્તિ સેવા... યોગીજીનો꠶ ૧
હઠ, માન ને ઈર્ષ્યા ત્યાગી સહુનું ખમતા રહીએ,
શ્રદ્ધા ખપથી કરી સમાગમ સૌનો મહિમા કહીએ;
પ્રાપ્તિ મોટી થઈ છે તેમાં, વિઘન ન આવવા દેવા... યોગીજીનો꠶ ૨
ડંકો મારો દિગંતમાં સૌ અક્ષરપુરુષોત્તમનો,
સંપ-સુહૃદભાવ-એકતા રાખી તજો ભાવ આ તનનો;
અવગુન છોડી સદાય સૌના, ગુણો ગ્રહી લેવા... યોગીજીનો꠶ ૩
મોળી વાતો કદી ના કરીએ બળની વાતો કરીએ,
પ્રમુખસ્વામીના વચને આજે જીવન અર્પી દઈએ;
અક્ષર થઈએ પુરુષોત્તમની હજૂરમાં રહેવા... યોગીજીનો꠶ ૪
Bhagwān saunu bhalu karo Bhagwān bhajī levā
2-135: Sadhu Aksharjivandas
Category: Yogiji Maharajna Pad
Bhagwān saunu bhalu karo Bhagwān bhajī levā,
Yogījīno jīvan mantra ā, thaīe Yogī jevā...
Pachchīs hajārno nafo chhoḍī ravisabhāmā jaīe,
Nīchī drashṭi karī chālīe agni jevā thaīe;
Guruharimā nirdoshbuddhi, e bhakti sevā..Yogījīno 1
Haṭh, mān ne īrshyā tyāgī sahunu khamtā rahīe,
Shraddhā khapthī karī smāgam sauno mahimā kahīe;
Prāpti motī thaī chhe temā, vighan na āvvā devā..Yogījīno 2
Ḍanko māro digantmā sau Akshar Purushottamno,
Samp-suhradbhāv-ektā rākhī tajo bhāv ā tanno;
Avguṇ chhoḍī sadāy saunā, guṇo grahī levā..Yogījīno 3
Moḷī vāt kadī nā karīe baḷnī vāto karīe,
Pramukh Swāmīnā vachane āje jīvan arpī daīe;
Akshar thaīe Purushottamnī hajūrmā rahevā..Yogījīno 4