કીર્તન મુક્તાવલી
ગિરધારી રે સખી! ગિરધારી
૧-૧૪૭: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: નિત્યવિધિ - ગોડી
પદ - ૨
ગિરધારી રે સખી! ગિરધારી,
મારે નિરભે અખૂટ નાણું ગિરધારી... ꠶ટેક
ખરચ્યું ન ખૂટે એને ચોર ન લૂંટે,
દામની પેઠે રે, ગાંઠે બાંધ્યું ન છૂટે... ગિરધારી꠶ ૧
અનગણ નાણું સંચે અંતે નિરધનિયા જાયે,
તેની પેઠે નિરભે નાણું દૂર ન થાયે... ગિરધારી꠶ ૨
સંપત વિપત સર્વે સ્વપનું જાણું,
હરિના ચરણની સેવા પૂરણ ભાગ્ય પરમાણું... ગિરધારી꠶ ૩
મુક્તાનંદ કહે મોહનવરને ઉરમાં ધારી,
દુઃખ ને દારિદ્ર થકી થઈ છું હું ન્યારી... ગિરધારી꠶ ૪
Girdhārī re sakhī! Girdhārī
1-147: Sadguru Muktanand Swami
Category: Nityavidhi - Godi
Pad - 2
Girdhārī re sakhī! Girdhārī,
Māre nīrabhe akhuṭ nāṇu Girdhārī...
Kharchyu na khuṭe ene chor na lūṭe,
Dāmnī peṭhe re, gānṭhe bāndhyu na chhuṭe... Gir 1
Angaṇ nāṇu sanche ante nīrdhaniyā jāye,
Tenī peṭhe nīrabhe nāṇu dūr na thāye... Gir 2
Sampat vipat sarve svapnu jāṇu,
Harinā charaṇnī sevā pūraṇ bhāgya parmāṇu... Gir 3
Muktānand kahe Mohanvar ne urmā dhārī,
Dukh ne dāridra thakī thaī chhu hu nyārī... Gir 4