કીર્તન મુક્તાવલી

નિર્વિકલ્પ ઉત્તમ અતિ (પ્રાર્થના - સ્તુતિ અષ્ટક)

૧-૧૫૫: અજાણ્ય

Category: નિત્યવિધિ - આરતી

પ્રાર્થના

નિર્વિકલ્પ ઉત્તમ અતિ, નિશ્ચય તવ ઘનશ્યામ;

માહાત્મ્યજ્ઞાનયુક્ત ભક્તિ તવ, એકાંતિક સુખધામ. ૧

મોહિમેં તવ ભક્તપનો, તામેં કોઈ પ્રકાર;

દોષ ન રહે કોઈ જાતકો, સુનિયો ધર્મકુમાર. ૨

તુમ્હારો તવ હરિભક્તકો, દ્રોહ કબુ નહિ હોય;

એકાંતિક તવ દાસકો, દીજે સમાગમ મોય. ૩

નાથ નિરંતર દર્શ તવ, તવ દાસનકો દાસ;

એહી માગું કરી વિનય હરિ, સદા રાખિયો પાસ. ૪

હે કૃપાલો! હે ભક્તપતે! ભક્તવત્સલ! સુનો બાત;

દયાસિંધો! સ્તવન કરી, માગું વસ્તુ સાત. ૫

સહજાનંદ મહારાજ કે, સબ સત્સંગી સુજાણ;

તાકું હોય દૃઢ વર્તનો, શિક્ષાપત્રી પ્રમાણ. ૬

સો પત્રીમેં અતિ બડે, નિયમ એકાદશ જોય;

તાકી વિગતિ કહત હું, સુનિયો સબ ચિત્ત પ્રોય. ૭

હિંસા ન કરની જન્તુકી, પરત્રિયા સંગકો ત્યાગ;

માંસ ન ખાવત મદ્યકું, પીવત નહીં બડભાગ્ય. ૮

વિધવાકું સ્પર્શત નહિ, કરત ન આત્મઘાત;

ચોરી ન કરની કાહુંકી, કલંક ન કોઈકું લગાત. ૯

નિંદત નહિ કોય દેવકું, બિન ખપતો નહિ ખાત;

વિમુખ જીવકે વદનસે, કથા સુની નહિ જાત. ૧૦

એહી (વિધિ) ધર્મકે નિયમમેં, બરતો સબ હરિદાસ;

ભજો શ્રી સહજાનંદપદ, છોડી ઔર સબ આસ. ૧૧

રહી એકદશ નિયમમેં, કરો શ્રીહરિપદ પ્રીત;

પ્રેમાનંદ કહે ધામમેં, જાઓ નિઃશંક જગ જીત. ૧૨

પ્રાર્થના

કૃપા કરો મુજ ઉપરે, સુખનિધિ સહજાનંદ,

ગુણ તમારા ગાવવા, બુદ્ધિ આપજો સુખકંદ. ૧

અક્ષર પુરુષોત્તમ અહીં, પૃથ્વી ઉપર પધારિયા,

અનેક જીવ ઉદ્ધારવા, મનુષ્યતન ધારી રહ્યા. ૨

સ્તુતિ અષ્ટકો

આવ્યા અક્ષરધામથી અવનિમાં, ઐશ્વર્ય મુક્તો લઈ,

શોભે અક્ષર સાથ સુંદર છબી, લાવણ્ય તેજોમયી;

કર્તા દિવ્ય સદા રહે પ્રગટ જે, સાકાર સર્વોપરી,

સહજાનંદ કૃપાળુને નિત નમું, સર્વાવતારી હરિ. ॥ ૧ ॥

જે છે અક્ષરધામ દિવ્ય હરિનું, મુક્તો-હરિ જ્યાં વસે,

માયાપાર કરે અનંત જીવને, જે મોક્ષનું દ્વાર છે;

બ્રહ્માંડો અણુતુલ્ય રોમ દિસતાં, સેવે પરબ્રહ્મને,

એ મૂલાક્ષર મૂર્તિને નમું સદા, ગુણાતીતાનંદને. ॥ ૨ ॥

શ્રીમન્નિર્ગુણ-મૂર્તિ સુંદર તનુ, જે જ્ઞાનવાર્તા કથે,

જે સર્વજ્ઞ, સમસ્ત સાધુગુણ છે, માયા થકી મુક્ત છે;

સર્વૈશ્વર્યથી પૂર્ણ, આશ્રિતજનોના દોષ ટાળે સદા,

એવા પ્રાગજી ભક્તરાજ ગુરુને, પ્રેમે નમું સર્વદા. ॥ ૩ ॥

જેનું નામ રટ્યા થકી મલિન, સંકલ્પો સમૂળા ગયા,

જેને શરણ થયા પછી ભવતણા, ફેરા વિરામી ગયા;

જેનું ગાન દશો દિશે હરિજનો, ગાયે અતિ હર્ષથી,

એવા યજ્ઞપુરુષદાસ તમને, પાયે નમું પ્રીતથી. ॥ ૪ ॥

વાણી અમૃતથી ભરી મધુસમી, સંજીવની લોકમાં,

દૃષ્ટિમાં ભરી દિવ્યતા નીરખતા, સુદિવ્ય ભક્તો બધા;

હૈયે હેત ભર્યું મીઠું જનનીશું, ને હાસ્ય મુખે વસ્યું,

તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને, નિત્યે નમું ભાવશું. ॥ ૫ ॥

શોભો સાધુ ગુણે સદા સરળ ને, જક્તે અનાસક્ત છો,

શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની, કૃપાતણું પાત્ર છો;

ધારી ધર્મધુરા સમુદ્ર સરખા, ગંભીર જ્ઞાને જ છો,

નારાયણસ્વરૂપદાસ ગુણીને, સ્નેહે જ વંદું અહો. ॥ ૬ ॥

શોભે સૌમ્ય મુખારવિંદ હસતું, નેણે અમી વર્ષતાં,

વાણી છે મહિમાભરી મૃદુ વળી, હૈયે હરિ ધારતા;

યોગીરાજ પ્રમુખજી હૃદયથી, જેના ગુણે રીઝતા,

વંદું સંત મહંત સ્વામી ગુરુને, કલ્યાણકારી સદા. ॥ ૭ ॥

 

બ્રહ્મરૂપે શ્રીહરિના ચરણમાં અનુરાગીએ,

એવી જ આશિષ દાસભાવે હસ્ત જોડી માગીએ. ॥ ૮ ॥

Nirvikalp uttam ati (Prārthanā - Stuti Aṣhṭak)

1-155: unknown

Category: Nityavidhi - Arti

Prārthanā

Nirvikalp uttam ati, nischay tav Ghanshyām;

 Māhātmya-gnān-yukt bhakti tav, ekāntik sukhḍhām. 1

Mohime tav bhaktapano, tāme koī prakār;

 Dosh na rahe koī jātko, suniyo Dharmakumār. 2

Tumāro tav Hari bhaktako, droh kabu nahi hoy;

 kāntik tav dāsko, dīje samāgam moy. 3

Nāth nīrantar darsh tav, tav dāsanko dās;

 Ehī māgu karī vinay Hari, sadā rākhiyo pās. 4

He Krupālo! He Bhaktapte! Bhaktavatsal! suno bāt;

 Dayāsindho! stavan karī, māgu vastu sāt. 5

Sahajānand Mahārājke, sab satsangī sujāṇ;

 Tāku hoy dradh vartano, Shikshāpatrī pramāṇ. 6

So Patrī me atibaḍe, niyam ekādash joy;

 Tākī vigti kahat hu, suniyo sab chitt proy. 7

Hinsā na karnī jantukī, partriyā sangko tyāg;

 Māns na khāvat madhyaku, pīvat nahi badbhāg. 8

Vidhvāku sparshat nahi, karat na ātmaghat;

 Chori na karnī kāhukī, kalank na kouku lagāt. 9

Nindat nahi koy devku, bin khapto nahi khāt;

 Vimukh jīvake vadanse, kathā sunī nahi jāt. 10

Ehī (vidhi) dharmake niyamme, barto sab haridās;

 Bhajo Shrī Sahajānandpad, chhoḍi aur sab ās. 11

Rahi ekādash niyamme, karo Shrī Haripad prīt;

 Premānand kahe dhāmme, jāo nishank jag jīt. 12

Prārthanā

Krupā karo muj upare, sukhnidhi Sahajānand,

 Guṇ tamārā gāvvā, buddhi āpjo Sukhkand. 1

Akshar Purushottam ahī pruthvī upar padhāriyā,

 Anek jīva uddhārvā, manushyatan dhārī rahyā. 2

Stuti Aṣhṭak

Āvyā Akshardhāmthī avnimā, aīshwarya mukto laī,

 Shobhe Akshar sāth sundar chhabi, lāvaṇya tejomayi;

Kartā divya sadā rahe pragaṭ je, sākār sarvoparī,

 Sahajānand krupālune nīt namu, sarvāvatārī hari. 1

Je chhe Akshardhām divya Harinu, mukto-Hari jyā vase,

 Māyāpār kare anant jīvane, je mokshanu dvār chhe;

Brahmānḍo aṇutulya rom distā, seve Parabrahmane,

 E Mūlākshar mūrtine namu sadā, Guṇātītānandne. 2

Shrīmannirgun-mūrti sundar tanu, je gnānvārtā kathe,

 Je sarvagna, samast sādhuguṇ chhe, māyā thakī mukta chhe;

Sarvaīshvaryathī pūrna, āshritjanonā dosh ṭāḷe sadā,

 Evā Prāgjī Bhaktrāj gurune, preme namu sarvadā. 3

Jenu nām raṭyā thakī, malin sankalpo samūḷā gayā,

 Jene sharaṇ thayā pachhī bhavtaṇā, ferā virāmī gayā;

Jenu gān dasho dishe harijano, gāye ati harshthī,

 Evā Yagnapurushdās tamne, pāye namu prīt thī. 4

Vāṇī amrutthī bharī madhusamī, sanjīvanī lokmā,

 Drashṭimā bharī divytā nīrakhtā, sudivya bhakto badhā;

Haiye het bharyu mīṭhu jannīshu, ne hāsya mukhe vasyu,

 Te Shrī Gnānjī Yogīrāj gurune, nitye namu bhāvshu. 5

Shobho sādhu guṇe sadā saraḷ ne, jakte anāsakta chho,

 Shāstrijī guru Yogījī ubhaynī, krupātaṇu pātra chho;

Dhārī dharmadhurā samudra sarkhā, gambhīr gnāne ja chho,

 Nārāyaṇswarupdās guṇīne, snehe ja vandu aho. 6

Shobhe saumya mukhārvind hasatu, neṇe amī varṣhatā,

 Vāṇī chhe mahimābharī mṛudu vaḷī, haiye Hari dhāratā;

Yogīrāj Pramukhjī ṛudayathī, jenā guṇe rīzatā,

 Vandu sant Mahant Swāmī gurune, kalyāṇkārī sadā. 7

 

Brahmarupe Shrī Harinā charanmā anurāgīe,

 Evī ja āshīsh dāsbhāve hasta joḍī māgīe. 8

loading