કીર્તન મુક્તાવલી
ૐ નમો પરિબ્રહ્મ રાય રે
ૐ નમો પરિબ્રહ્મ રાય રે
કરી વિનય ને લાગું પાય રે;
શ્રી પુરુષોત્તમ બહુનામી રે,
સચરાચર અંતરજામી રે... ꠶ટેક
સુર મુનિના ધ્યાનમાં નાવે રે,
શેષ શારદ નિગમ નેતિ ગાવે રે;
મહા તેજોમય મૂર્તિ વિરાજે રે,
કોટિ રવિ ચંદ્ર જોઈ લાજે રે... ꠶ ૧
નવ રસમય મૂર્તિ સોહે રે,
કોટિ કન્દર્પના મન મોહે રે;
એવા હરિકૃષ્ણ ઘનશ્યામ રે,
પ્રભુ પ્રગટ્યા તે પૂરણકામ રે... ꠶ ૨
થયા મનુષ્ય જેવા મોરારી રે,
જેણે ઓળખ્યા તે ધન્ય નર ને નારી રે
એવા અક્ષરધામના ધામી રે,
મળ્યા પ્રેમાનંદના સ્વામી રે... ꠶ ૩
Aum namo Paribrahma rāy re
Aum namo Paribrahma rāy re,
Karī vinay ne lāgu pāy re;
Shrī Purushottam bahunāmī re,
Sacharāchar antarjāmī re...
Sur muninā dhyānmā nāve re,
Shesh Shārad nigam neti gāve re;
Mahā tejomay mūrti virāje re,
Koṭi ravi chandra joī lāje re... 1
Nav rasmay mūrti sohe re,
Koṭi kandarpnā man mohe re;
Evā Harikrishṇa Ghanshyām re,
Prabhu pragaṭyā te Pūraṇkām re... 2
Thayā manushya jevā Morārī re,
Jene oḷkhyā te dhanya nar ne nārī re;
Evā Akshardhāmnā Dhāmī re,
Maḷyā Premānandnā Swāmī re... 3