કીર્તન મુક્તાવલી
પ્રથમ શ્રીહરિને રે (પદ - ૧)
૧-૧૭૦: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: લીલા ચિન્તામણિ
લીલા ચિન્તામણિ
પદ - ૧
પ્રથમ શ્રીહરિને રે, ચરણે શીશ નમાવું;
નૌતમ લીલા રે, નારાયણની ગાવું. ૧
મોટા મુનિવર રે, એકાગ્ર કરી મનને;
જેને કાજે રે, સેવે જાઈ વનને. ૨
આસન સાધી રે, ધ્યાન ધરીને ધારે;
જેની ચેષ્ટા રે, સ્નેહ કરી સંભારે. ૩
સહજ સ્વાભાવિક રે, પ્રકૃતિ પુરુષોત્તમની;
સુણતાં સજની રે, બીક મટાડે જમની. ૪
ગાવું હેતે રે, હરિનાં ચરિત્ર સંભારી;
પાવન કરજ્યો રે, પ્રભુજી બુદ્ધિ મારી. ૫
સહજ સ્વભાવે રે, બેઠા હોય હરિ જ્યારે;
તુલસીની માળા રે, કર લઈ ફેરવે ત્યારે. ૬
રમૂજ કરતા રે, રાજીવનેણ રૂપાળા;
કોઈ હરિજનની રે, માગી લઈને માળા. ૭
બેવડી રાખી રે, બબ્બે મણકા જોડે;
ફેરવે તાણી રે, કંઈક માળા તોડે. ૮
વાતું કરે રે, રમૂજ કરીને હસતાં;
ભેળી કરી રે, માળા કરમાં ઘસતાં. ૯
ક્યારેક મીંચી રે, નેત્રકમળને સ્વામી;
પ્રેમાનંદ કહે રે, ધ્યાન ધરે બહુનામી. ૧૦
Pratham Shrī Harine re (pad - 1)
1-170: Sadguru Premanand Swami
Category: Leela Chintamani
Līlā Chintāmaṇī
Pad - 1
Pratham Shrī Harine re, charaṇe shīsh namāvu;
Nautam līlā re, Nārāyaṇnī gāvu. 1
Moṭā munivar re, ekāgra karī manne;
Jene kāje re, seve jāī vanne. 2
Āsan sādhī re, dhyān dharīne dhāre;
Jenī cheshṭā re, sneh karī sambhāre. 3
Sahaj swābhāvik re, prakruti Purushottamnī;
Suṇtā sajnī re, bīk maṭāḍe jamnī. 4
Gāvu hete re, Harinā charitra sambhārī;
Pāvan karjyo re, Prabhujī buddhi mārī. 5
Sahaj swabhāve re, beṭhā hoy Hari jyāre;
Tulsīnī māḷā re, kar laī ferve tyāre. 6
Ramūj kartā re, rājīvneṇ rūpāḷā;
Koī harijannī re, māgī laīne māḷā. 7
Bevḍī rākhī re, babbe maṇkā joḍe;
Ferve tāṇī re, kaik māḷā toḍe. 8
Vātu kare re, ramūj karīne hastā;
Bheḷī karī re, māḷā karmā ghastā. 9
Kyārek mīnchī re, netrakamaḷne Swāmī;
Premānand kahe re, dhyān dhare bahunāmī. 10