કીર્તન મુક્તાવલી
સાંભળ સૈયર રે (પદ - ૨)
૧-૧૭૧: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: લીલા ચિન્તામણિ
પદ - ૨
સાંભળ સૈયર રે, લીલા નટનાગરની;
સુણતાં સુખડું રે, આપે સુખસાગરની. ૧
નેત્રકમળને રે, રાખી ઉઘાડાં ક્યારે;
ધ્યાન ધરીને રે, બેસે જીવન બા’રે. ૨
ક્યારેક ચમકી રે, ધ્યાન કરંતા જાગે;
જોતાં જીવન રે, જન્મમરણ દુઃખ ભાગે. ૩
પોતા આગળ રે, સભા ભરાઈ બેસે;
સંત હરિજન રે, સામું જોઈ રહે છે. ૪
ધ્યાન ધરીને રે, બેઠા હોય હરિ પોતે;
સંત હરિજન રે, તૃપ્ત ન થાય જોતે. ૫
સાધુ કીર્તન રે, ગાયે વજાડી વાજાં;
તેમને જોઈ રે, મગન થાયે મહારાજા. ૬
તેમની ભેળા રે, ચપટી વજાડી ગાયે;
સંત હરિજન રે, નીરખી રાજી થાયે. ૭
ક્યારેક સાધુ રે, ગાય વજાડી તાળી;
ભેળા ગાય રે, તાળી દઈ વનમાળી. ૮
આગળ સાધુ રે, કીર્તન ગાય જ્યારે;
પોતા આગળ રે, કથા વંચાય ત્યારે. ૯
પોતે વારતા રે, કરતા હોય બહુનામી;
ખસતા આવે રે, પ્રેમાનંદના સ્વામી. ૧૦
Sāmbhaḷ saiyar re (pad - 2)
1-171: Sadguru Premanand Swami
Category: Leela Chintamani
Pad - 2
Sāmbhaḷ saiyar re, līlā Naṭnāgarnī;
Suṇtā sukhḍu re, āpe sukhsāgarnī. 1
Netrakamaḷne re, rākhī ughāḍā kyāre;
Dhyān dharīne re, bese jīvan bā’re. 2
Kyārek chamkī re, dhyān karantā jāge;
Jotā jīvan re, janmamaraṇ dukh bhāge. 3
Potā āgaḷ re, sabhā bharāī bese;
Sant harijan re, sāmu joī rahe chhe. 4
Dhyān dharīne re, beṭhā hoy Hari pote;
Sant harijan re, trupta na thāye jote. 5
Sādhu kīrtan re, gāye vajāḍī vājā;
Temne joī re, magan thāye Mahārājā. 6
Temnī bheḷā re, chapṭī vajāḍī gāye;
Sant harijan re, nīrakhī rājī thāye. 7
Kyārek sādhu re, gāy vajāḍī tāḷī;
Bheḷā gāye re, tāḷī de Vanmāḷī. 8
Āgaḷ sādhu re, kīrtan gāy jyāre;
Potā āgaḷ re, kathā vanchāy tyāre. 9
Pote vārtā re, kartā hoy bahunāmī;
Khastā āve re, Premānandnā Swāmī. 10