કીર્તન મુક્તાવલી
મારા સ્વામીએ આજ મને રંગમાં રસબસ કીધો
૨-૧૭૭: સાધુ નારાયણમુનિદાસ
Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો
દોહો
નયનબાણથી અંતર ભેદી, મુજને તારો કીધો,
નેણે વેણે અમૃત વરસી, જગથી ન્યારો કીધો,
લટકે લટકે તુજ મૂર્તિમાં, નિત નિત રસબસ કીધો,
હરખે હરખે આજે મેં તો, પ્રેમ પ્રમુખરસ પીધો.
મારા સ્વામીએ આજ મને, રંગમાં રસબસ કીધો;
એની સામે બેસીને એની, સાથે હરિ રસ પીધો... ꠶ટેક
નહિ કોઈ રંગ કે નહિ ગુલાલ, નહિ ચંદન નહિ કંકુ;
નહિ પિચકારી નહિ ફૂવારો, તોયે રોમે રોમ ભીંજાયું;
ડાઘ ના એકે દીસે બા’રે તોયે નહિ અદીઠો... રંગમાં꠶ ૧
નેણે રંગ્યો કે’ણે રંગ્યો, રંગ્યો કરના લટકે;
રાસ રમંતા પગલે રંગ્યો, રંગ્યો મધુરા હસવે;
મૂર્તિ સહેજે સહેજે સમરે, આંખ મીંચો ના મીંચો... રંગમાં꠶ ૨
નાચું કૂદું દોડું ગાવું, સ્થિર નથી રહેવાતું;
છલક છલક આ હૈયું મારું, હરખ હરખ ઉભરાતું;
ગરજ ના અમૃતરસની મારે, પ્રેમ પ્રમુખરસ પીધો... રંગમાં꠶ ૩
Mārā Swāmīe āj mane rangmā rasbas kīdho
2-177: Sadhu Narayanmunidas
Category: Pramukh Swami Maharajna Pad
Doho
Nayan-bāṇthī antar bhedī, mujne tāro kīdho,
Neṇe veṇe amṛut varasī, jagthī nyāro kīdho,
Laṭake laṭake tuj mūrtimā, nit nit ras-bas kīdho,
Harakhe harakhe āje me to, prem Pramukh ras pīdho.
Mārā Swāmīe āj mane, rangmā rasbas kīdho;
Enī sāme besīne enī, sāthe Hari ras pīdho...
Nahī koī rang ke nahi gulāl, nahi chandan nahi kanku;
Nahī pichkārī nahi fūvāro, toye rome rom bhīnjāyu;
Dāgh nā eke dīse bā’re toye nahi adīṭho..rangmā 1
Neṇe rangyo ke’ṇe rangyo, rangyo karnā laṭke;
Rās ramantā pagle rangyo, rangyo madhurā hasve;
Mūrti saheje saheje samre, ānkh mīncho nā mīncho..rangmā 2
Nāchu kūdu doḍu gāvu, sthir nathī rehvātu;
Chhalak chhalak ā haiyu māru, harakh harakh ubhrātu;
Garaj nā amrutrasnī māre, prem Pramukhras pīdho..rangmā 3