કીર્તન મુક્તાવલી
વંદન ગુરુજી વંદન પ્રભુજી સેવામાં રાખો સદાય
૨-૧૮૨: વનમાળીદાસ
Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો
(રાગ: ‘જય જય યોગીજી’)
વંદન ગુરુજી [યોગીજી], વંદન પ્રભુજી [પ્રમુખજી],
સેવામાં રાખો સદાય તમ પાસ માગું છું એટલું... ꠶ટેક
ડરતા નથી અમે દુનિયાના દુઃખથી,
જીવન વિતાવશું સુખે સત્સંગથી,
ભક્તિ કદી ના ભુલાય... તમ પાસ꠶ ૧
મૂર્તિ તમારી પ્રભુ રહે હૃદયમાં,
રુચિ રહે નહિ સહેજે સંસારમાં,
ગુણ તમારા ગવાય... તમ પાસ꠶ ૨
સંત સાધુને જોઈ હૈયે હેત છલકે,
હરિભક્તોને જોઈ મુખ સદા મલકે,
દિવ્યભાવ સૌમાં દેખાય... તમ પાસ꠶ ૩
માયામાં મનડું કદી લોભાય ના,
પ્રભુ વિના ક્યાંય પ્રીત બંધાય ના,
ભાન જગતનું ભુલાય... તમ પાસ꠶ ૪
અંતિમ શ્વાસ સુધી શ્રીજીને સંભારું,
નારાયણસ્વરૂપને ઘડી ના વિસારું,
વનમાળીદાસ થઈ રહેવાય... તમ પાસ꠶ ૫
Vandan gurujī vandan Prabhujī sevāmā rākho sadāy
2-182: Vanmalidas
Category: Pramukh Swami Maharajna Pad
(Rāg: ‘Jay Jay Yogījī’)
Vandan gurujī [Yogiji], vandan Prabhujī [Pramukhji],
Sevāmā rākho sadāy tam pās māgu chhu eṭlu...
Ḍartā nathī ame duniyānā dukhthī,
Jīvan vitāvshu sukhe satsangthī,
Bhakti kadī nā bhulāy... tam pās 1
Mūrti tamārī Prabhu rahe hradaymā,
Ruchi rahe nahi saheje sansārmā,
Guṇ tamārā gavāy... tam pās 2
Sant sādhune joī haiye het chhalke,
Haribhaktone joī mukh sadā malke,
Divyabhāv saumā dekhāy... tam pās 3
Māyāmā manḍu kadī lobhāy nā,
Prabhu vinā kyāy prīt bandhāy nā,
Bhān jagatnu bhulāy... tam pās 4
Antim shvās suḍhī Shrījīne sambhārū,
Nārāyaṇswarūpne ghaḍī nā visārū,
Vanmāḷīdās thaī rahevāy... tam pās 5