કીર્તન મુક્તાવલી

વંદું સહજાનંદ રસરૂપ

૧-૧૮૫: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: ધ્યાન ચિન્તામણિ

ધ્યાન ચિન્તામણિ

(વચનામૃત ગઢડા મધ્ય ૪૮)

પદ - ૧

વંદું સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ;

જેને ભજતાં છૂટે ફંદ, કરે ભવ પારને રે લોલ... ꠶ ૧

સમરું પ્રગટ રૂપ સુખધામ, અનુપમ નામને રે લોલ;

જેને ભવ બ્રહ્માદિક દેવ, ભજે તજી કામને રે લોલ... ꠶ ૨

જે હરિ અક્ષરબ્રહ્મ આધાર, પાર કોઈ નવ લહે રે લોલ;

જેને શેષ સહસ્રમુખ ગાય, નિગમ નેતિ કહે રે લોલ... ꠶ ૩

વર્ણવું સુંદર રૂપ અનુપ, જુગલ ચરણે નમી રે લોલ;

નખશિખ પ્રેમસખીના નાથ, રહો ઉરમાં રમી રે લોલ... ꠶ ૪

Vandu Sahajānand rasrūp

1-185: Sadguru Premanand Swami

Category: Dhyan Chintamani

Dhyān Chintāmaṇi

(Vachanāmṛut Gaḍhaḍā Madhya 48)

Pad - 1

Vandu Sahajānand rasrūp, anupam sārne re lol;

Jene bhajtā chhuṭe fand, kare bhav pārne re lol... 1

Samaru pragaṭ rūp Sukhdhām, anupam nāmne re lol;

Jene bhav Brahmādik dev, bhaje tajī kāmne re lol... 2

Je Hari Aksharbrahma ādhār, pār koī nav lahe re lol;

Jene shesh sahasramukh gāy, nigam neti kahe re lol... 3

Varṇavu sundar rūp anup, jugal charaṇe namī re lol;

Nakhshikh Premsakhīnā Nāth, raho urmā ramī re lol... 4

loading