કીર્તન મુક્તાવલી
આવો મારા મોહન મીઠડા લાલ
૧-૧૮૬: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: ધ્યાન ચિન્તામણિ
પદ - ૨
આવો મારા મોહન મીઠડા લાલ, કે જોઉં તારી મૂરતિ રે લોલ;
જતન કરી રાખું રસિયા રાજ, વિસારું નહિ ઉરથી રે લોલ... ꠶ ૧
મન મારું મોહ્યું મોહનલાલ, પાઘલડીની ભાતમાં રે લોલ;
આવો ઓરા છોગલાં ખોસું છેલ, ખાંતિલા જોઉં ખાંતમાં રે લોલ... ꠶ ૨
વહાલા તારું ઝળકે સુંદર ભાલ, તિલક રૂડાં કર્યાં રે લોલ;
વહાલા તારા વામ કરણમાં તિલ, તેણે મનડાં હર્યાં રે લોલ... ꠶ ૩
વહાલા તારી ભૃકુટિને બાણે શ્યામ, કાળજ મારાં કોરિયાં રે લોલ;
નેણે તારે પ્રેમસખીના નાથ, કે ચિત્ત મારાં ચોરિયાં રે લોલ... ꠶ ૪
Āvo mārā Mohan mīṭhaḍā lāl
1-186: Sadguru Premanand Swami
Category: Dhyan Chintamani
Pad - 2
Āvo mārā Mohan mīṭhḍā lāl, ke jou tārī mūrti re lol;
Jatan karī rākhu rasiyā rāj, visāru nahi urthī re lol... 1
Man māru mohyu Mohanlāl, pāghalḍīnī bhātmā re lol;
Āvo orā chhogalā khosu chhel, khāntilā jou khāntmā re lol... 2
Vahālā tāru jhaḷke sundar bhāl, tilak rūḍā karyā re lol;
Vahālā tārā vām karaṇmā til, tene manḍā haryā re lol... 3
Vahālā tārī bhrakuṭine bāṇe Shyām, kāḷaj mārā koriyā re lol;
Neṇe tāre Premsakhīnā Nāth, ke chitt mārā choriyā re lol... 4