કીર્તન મુક્તાવલી
વહાલા મુને વશ કીધી ઘનશ્યામ
૧-૧૮૭: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: ધ્યાન ચિન્તામણિ
પદ - ૩
વહાલા મુને વશ કીધી ઘનશ્યામ, વા’લપ તારા વા’લમાં રે લોલ;
મન મારું તલખે જોવા કાજ, ટીબકડી છે ગાલમાં રે લોલ... ꠶ ૧
વહાલા તારી નાસિકા નમણી નાથ, અધરબિંબ લાલ છે રે લોલ;
છેલા મારા પ્રાણ કરું કુરબાન, જોયા જેવી ચાલ છે રે લોલ... ꠶ ૨
વહાલા તારા દંત દાડમના બીજ, ચતુરાઈ ચાવતા રે લોલ;
વહાલા મારા પ્રાણ હરો છો નાથ, મીઠું મીઠું ગાવતા રે લોલ... ꠶ ૩
વહાલા તારે હસવે હરાણું ચિત્ત, બીજું હવે નવ ગમે રે લોલ;
મન મારું પ્રેમસખીના નાથ, કે તમ કેડે ભમે રે લોલ... ꠶ ૪
Vahālā mune vash kīdhī Ghanshyām
1-187: Sadguru Premanand Swami
Category: Dhyan Chintamani
Pad - 3
Vahālā mune vash kīdhī Ghanshyām, vā’lap tārā vā’lmā re lol;
Man māru talkhe jovā kāj, ṭībakḍī chhe gālmā re lol... 1
Vahālā tārī nāsikā namaṇī Nāth, adharbimb lāl chhe re lol;
Chhelā mārā prāṇ karu kurbān, joyā jevī chāl chhe re lol... 2
Vahālā tārā dant dāḍamnā bīj, chaturāī chāvtā re lol;
Vahālā mārā prāṇ haro chho Nāth, mīṭhu mīṭhu gāvtā re lol... 3
Vahālā tāre hasve harāṇu chitt, bīju have nav game re lol;
Man māru Premsakhīnā Nāth, ke tam keḍe bhame re lol... 4