કીર્તન મુક્તાવલી
સદ્ગુરુએ સાનમાં સમજાવિયું રે લોલ
૨-૧૮૭: શ્રી વલ્લભદાસ ટાંક
Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો
સદ્ગુરુએ સાનમાં સમજાવિયું રે લોલ,
સતસંગ વિના રે સુખ ક્યાંય નથી રે લોલ... ꠶ટેક
સ્વર્ગ મૃત્યુ ને પાતાળમાં રે લોલ,
સુખને અર્થે સહુ કરે સાધન જો રે લોલ... સતસંગ꠶ ૧
સ્વાર્થ ભરેલા આ સંસારમાં રે લોલ,
જ્યાં જુઓ ત્યાં દુઃખની થાયે વાત જો રે લોલ... સતસંગ꠶ ૨
શરણું સ્વીકારો સાચા સંતનું રે લોલ,
થાય સદા અંતરે આનંદ જો રે લોલ... સતસંગ꠶ ૩
નારાયણસ્વરૂપ ગુરુ ભેટિયા રે લોલ,
સુખિયો સદા થયો વલ્લભદાસ જો રે લોલ... સતસંગ꠶ ૪
Sadgurue sānmā samjāviyu re lol
2-187: Shri Vallabhdas Tank
Category: Pramukh Swami Maharajna Pad
Sadgurue sānmā samjāviyu re lol,
Satsang vinā re sukh kyāy nathī re lol...
Swarg mrutyu ne pātāḷmā re lol,
Sukhne arthe sahu kare sādhan jo re lol... satsang 1
Svārth bharelā ā sansārmā re lol,
Jyā juo tyā dukhnī thāye vāt jo re lol... satsang 2
Sharaṇu swīkāro sāchā santnu re lol,
Thāy sadā antare ānand jo re lol... satsang 3
Nārāyaṇswarūp guru bhetīyā re lol,
Sukhīyo sadā thayo Vallabhdās jo re lol... satsang 4